વાપીમાં રખડતા પશુઅોમાં લમ્પી વાયરસના લક્ષણ
- byDamanganga Times
- 21 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી , તા.૨૦ ઃ વાપી શહેરના મુખ્ય બજાર સહિત વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર રખડતા ગાય અને બળદમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. અનેક પશુઓ ગંભીર હાલતમાં રસ્તાઓ પર ભટકતા જોવા મળી રહ્ના હોવાથી રોગ વધુ ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વાપી ના મુખ્ય બજાર તેમજ નહેરું સ્ટ્રીટ અને વાપી નગરપાલિકા મુખ્ય કચેરી તેમજ હનુમાન મંદિર દેસાઈવાડ વિસ્તારમાં રખડતા ગાય બળદ તેમજ વાછરડા ઓમા કેટલાક બળદ અને ગાઈને લંપીવાયરસ નો રોગ થયો હોય તેવા ચિન્હ જોવા મળ્યા હતા જેને લઇ સ્થાનિકો ચિંતામાં મુકાયા છે જોકે આ પશુઓ માલિકીના છે કે રખડતા જેનો કોઈ માલિક ન હોય તેવા આ રોગગ્રસ્ત પશુઓની સમયસર સારવાર કે સ્થળાંતરની અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે અન્ય પશુઓમાં પણ ચેપ ફેલાવાનો ભય ઉભો થયો છે. મુખ્ય બજાર જેવા વ્યસ્ત વિસ્તારોમાં આવા પશુઓ ફરતા હોવાથી જાહેર આરોગ્ય અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે.
આ અંગે વલસાડ જિલ્લા પશુપાલન વિભાગ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. લમ્પી વાયરસથી પીડિત પશુઓને ઝડપી સારવાર આપવામાં આવે, તેમજ જરૂરી રસીકરણ અને આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેમજ રખડતા પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી વાપી નગરના લોકોની માંગ છે. જોકે વરસાદી સિઝનમાં લંપીવાયરસના કિસ્સો બહાર આવતા હોવાનું પશુપાલક દ્વારા જાણવા મળ્યું છે.
