Damanganga Times.

Damanganga Times.

July 21, 2026

ધરમપુરમાં ૫૦ હજાર સીડ બોલ ડ્રોપ કર્યા

ધરમપુરમાં ૫૦ હજાર સીડ બોલ ડ્રોપ કર્યા


(આલેખન : સલોની પટેલ)
વલસાડ, તા.૨૦ : ધરમપુરના ખોબા ગામના નીલમભાઈ પટેલ અને તેમનું લોક મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે ઍક અનોખી મિસાલ કાયમ કરી રહ્ના છે. તેઓ વન વિભાગ અને અન્ય સંસ્થાઓ સાથે મળી દર વર્ષે નર્સરીના માધ્યમથી ૫૦,૦૦૦થી વધુ છોડ ઉછેરીને વૃક્ષારોપણ કરે છે. આ તેમણે વર્ષે ટેકનોલોજી અને પ્રકૃતિનો અદભુત સમન્વય સાધીને જંગલોને ફરી હર્યાભર્યા કરવાનું બીડું ઝડપ્યું છે.
સામાન્ય રીતે ડુંગરાળ વિસ્તારો અને પહાડો પર જ્યાં માણસોનું પહોંચવું મુશ્કેલ હોય છે, ત્યાં વૃક્ષારોપણ કરવું ઍક મોટો પડકાર હોય છે. જ્યાં વૃક્ષોની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે તેવી જગ્યાઓઍ હરિયાળી લાવવા માટે નીલમભાઈની સંસ્થાઍ આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. ધરમપુરના મોટી કોરવળના સુલ્યા ડુંગર અને પીપરોડ ખાતે ડ્રોન દ્વારા આકાશમાંથી ૫૦,૦૦૦ સીડ બોલનો છંટકાવ (ડ્રોપિંગ) કરવામાં આવ્યો છે. ખાસ નોંધનીય બાબત ઍ છે કે દક્ષિણ ગુજરાતમાં ડ્રોન દ્વારા સીડ બોલ ડ્રોપિંગનો આ પ્રકારનો પ્રયોગ પ્રથમવાર કરવામાં આવ્યો છે, જે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઍક નવી અને પ્રેરણાદાયી પહેલ તરીકે ઉભરી આવ્યો છે. કુદરતી પ્રક્રિયા થકી આ દુર્ગમ વિસ્તારોમાં ટૂંક સમયમાં જ નવા જંગલો આકાર લેશે.
નિલમભાઈના જણાવ્યા અનુસાર, સંસ્થાઍ આ વર્ષે માત્ર કાર્યકરો જ નહીં, પરંતુ જનસમુદાયને પણ આ ભગીરથ કાર્યમાં જોડ્યા છે. લોકોમાં જંગલો પ્રત્યેની લાગણી વધે અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી, સૌના સાથથી ૫૦,૦૦૦ થી વધુ સીડ બોલ (બીજ દડા) બનાવવામાં આવ્યા છે. કાર્યકરો દ્વારા જંગલોમાંથી ખાખરો, આંબલી, ગરમાળો અને અન્ય લુ થતી જાતોના બીજ ખાસ ઍકત્રિત કરવામાં આવ્યા છે અને તેને ચીકણી માટી તથા છાણિયા ખાતર સાથે મિશ્ર કરી આ સીડ બોલ તૈયાર કરવામાં આવ્યા છે.
સીડ બોલ ડ્રોપિંગ (લ્ફૂફૂફુ ર્ગ્ીશ્રશ્ર ઝ઼શ્વંષ્ટષ્ટજ્ઞ્િઁં) ઍ વૃક્ષારોપણની ઍક સરળ, આધુનિક અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ છે, જેનો ઉપયોગ ખાસ કરીને મોટા પાયે જંગલો વિકસાવવા માટે કરવામાં આવે છે. સીડ બોલ ઍટલે ચીકણી માટી, કમ્પોસ્ટ (છાણીયું ખાતર) અને વિવિધ વૃક્ષોના બીજને ભેળવી બનાવવામાં આવેલો નાનો દડો, જેમાં બીજ સુરક્ષિત રીતે સચવાયેલું રહે છે. આ પદ્ધતિમાં બીજને જમીનમાં રોપવા માટે ખાડો ખોદવાની જરૂર પડતી નથી. સીડ બોલને હાથ વડે ખુલ્લા વિસ્તારોમાં અથવા દુર્ગમ પહાડી અને જંગલ વિસ્તારોમાં ડ્રોન કે હેલિકોપ્ટરની મદદથી હવામાંથી સીધા જમીન પર છોડવામાં આવે છે, જેના કારણે ઍવા વિસ્તારોમાં પણ વૃક્ષો ઉગાડવાનું શક્ય બને છે જ્યાં માનવ પહોંચ મર્યાદિત હોય છે.
સીડ બોલ પદ્ધતિ અનેક રીતે અસરકારક અને ઉપયોગી છે. માટીના કડક આવરણને કારણે બીજ પક્ષીઓ, ઉંદરો અને અન્ય જીવજંતુઓથી સુરક્ષિત રહે છે, જ્યારે દડામાં રહેલું કુદરતી ખાતર બીજને અંકુરણ માટે જરૂરી પ્રારંભિક પોષણ પૂરું પાડે છે. આ સીડ બોલ જમીન પર સુરક્ષિત રહે છે અને ચોમાસામાં વરસાદ પડતાં જ માટી પલળી જાય છે, ત્યારબાદ બીજ કુદરતી રીતે અંકુરિત થઈ નવા વૃક્ષ તરીકે વિકસવા લાગે છે. પરંપરાગત વૃક્ષારોપણની સરખામણીઍ આ પદ્ધતિમાં મજૂરી, સમય અને ખર્ચ ઓછો થાય છે, જ્યારે વિશાળ વિસ્તારમાં ઓછા ખર્ચે હરિયાળી વિકસાવવાનું કાર્ય વધુ અસરકારક રીતે શક્ય બને છે.
આ ઍક ઍવી પદ્ધતિ છે જેમાં પ્રકૃતિ પોતાની જાતે જ વૃક્ષ ઉગાડવાનું કામ કરે છે, આપણે માત્ર બીજને યોગ્ય માધ્યમ દ્વારા જમીન સુધી પહોંચાડવાના હોય છે. નીલમભાઈ પટેલ અને લોક મંગલ ચેરિટેબલ ટ્રસ્ટનો આ પ્રયાસ ઍ વાતની સાબિતી છે કે સામાજિક ભાગીદારી અને આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, તો લુ થતા જંગલોને ફરીથી ધબકતા કરી શકાય છે.