Damanganga Times.

Damanganga Times.

July 21, 2026

વાપીમાં ૨ ઇંચ વરસાદ નોîધાયો

વાપીમાં ૨ ઇંચ વરસાદ નોîધાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૦ ઃ વાપીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત રહ્ના છે. દિવસ દરમિયાન સરેરાશ ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે આ સિઝનનો કુલ વરસાદ ૩૭ ઇંચને પાર પહોંચી ગયો છે. સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ રહ્નાં હતું. દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદી ઝાપટાઓ પડતા રહ્ના. સતત વરસાદના કારણે હાઈવે તેમજ શહેરી વિસ્તારના માર્ગો ઉપર ઠેર ઠેર પાણીના  ખાબોચિયા ભરાયા હતા અને રસ્તાઓ પર વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. જેના કારણે લોકોના રોજિંદા કામકાજને અસર થઈ હતી. પવન સાથે પડેલા વરસાદને કારણે ચલા વિસ્તારમાં દોલતનગર સામે સોસાયટીવાળા  રોડ પર ઍક મોટું વૃક્ષ વીજપોલ સાથે ધરાશાઈ થયું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચીને પોલ અને વૃક્ષ હટાવવાની કામગીરી કરી હતી.સદનશીબે ઘટનામાં કોઈને કોઈ પણ પ્રકારની ઇજા થઈ ન હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.