Damanganga Times.

Damanganga Times.

July 21, 2026

ગુંદલાવમાં બેîકે ૧૬ દુકાનો સીલ કરતાં ચકચાર

ગુંદલાવમાં બેîકે ૧૬ દુકાનો સીલ કરતાં ચકચાર


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ વલસાડ  તાલુકાના કલવાડાગામે આવેલ સાંઈલીલા કોમ્પ્લેક્ષમાં દુકાનો ખરીદનારા ગ્રાહકો સાથે મોટો વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુંદલાવના   બિલ્ડર અને વેચનારે ગ્રાહકોને કાયદેસર વેચાણ દસ્તાવેજ કરી આપ્યા બાદ, તેમની જાણ બહાર આ દુકાનો અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી તેના પર કરોડો રૂપિયાની લોન મેળવી લઈ છેતરપિંડી કરતા  બેંકે તમામ ૧૬ દુકાનો સીલ કરી દીધી છે.
વલસાડ તાલુકાના ફણસવાડા ગામે રહેતા ભુલાભાઈ દુર્લભભાઈ પટેલ ઉં.વ. ૬૨, તથા અન્ય સાક્ષીઓઍ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે વર્ષ ૨૦૨૨ દરમિયાન કલવાડા સ્થિત ‘સાંઈલીલા કોમ્પ્લેક્ષ’માં આવેલી અલગ-અલગ દુકાનો અવિકાસ દીપકભાઈ શ્રીવાસ્તવ (રહે. શક્તિનગર, ગુંદલાવ, વલસાડ) પાસેથી ખરીદી હતી. ખરીદદારોઍ સરકાર ના  નિયમ મુજબ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ભરીને વલસાડ સબ-રજિસ્ટ્રાર કચેરી ખાતે કાયદેસરના વેચાણ દસ્તાવેજો કરાવી લીધા હતા. દુકાનોના નાણાં ચૂકવીને તેનો કબ્જો મેળવી લીધા બાદ, અચાનક જૂન ૨૦૨૪માં ણ્ઝ઼જ્ઘ્ બેંક સુરત શાખા ના કર્મચારીઓ, વકીલ અને કોર્ટ કમિશનર દુકાનોનો કબ્જો લેવા પહોંચ્યા હતા. બેંકના અધિકારીઓઍ દુકાનદારોને જણાવ્યું હતું કે આ તમામ ૧૬ દુકાનો કિશનભાઈ ધરમશીભાઈ વધાસીયા (રહે. સુરત)ના નામે બોલે છે અને તેમણે બેંકમાંથી ૯૦ લાખ  ની લોન લીધી છે. લોન અને તેનું વ્યાજ મળીને કુલ ૧,૧૭,૪૦,૫૨૦ ની ભરપાઈ ન થતાં કોર્ટના હુકમથી બેંકે આ દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે, આરોપી અવિકાસ દીપકભાઈ શ્રીવાસ્તવે ખરીદદારોની જાણ બહાર અને બંદ ઈરાદે આ દુકાનોનો દસ્તાવેજ કિશનભાઈ વધાસીયાના નામે કરી આપ્યો હતો. કિશનભાઈઍ આ દુકાનો પર ણ્ઝ઼જ્ઘ્ બેંકમાંથી કરોડોની લોન ઉપાડી લીધી હતી.
આરોપી અવિકાસ શ્રીવાસ્તવે ફરિયાદી ભુલાભાઈ પટેલ અને અન્ય સાક્ષીઓ પાસેથી દુકાન વેચાણ પેટે કુલ ૧૭,૯૯,૭૩૮ ની રકમ મેળવી લીધી હોવા છતાં, તેમની સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.
આ અંગે ભુલાભાઈ પટેલે વલસાડમાં આરોપી અવિકાસ દીપકભાઈ શ્રીવાસ્તવ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે અને પોતાના ખરીદ દસ્તાવેજો તથા આધાર પૂરાવા પોલીસ સમક્ષ રજૂ કર્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.