Damanganga Times.

Damanganga Times.

July 21, 2026

વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ

વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ ભારતીય હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન ભારે વરસાદને કારણે રેડ ઍલર્ટની આગાહી આપવામાં આવી હતી. જેને પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સર્તક બન્યું હતું. દિવસભર જિલ્લામાં ભારે વરસાદને પગલે નદી-નાળા, કોઝવે અને કોતરો છલકાયા હતા. વલસાડ અને પારડી તાલુકામાં સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં કુલ ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન વલસાડ તાલુકાના મગોદડુંગરી ગામે સમુદ્ર કાંઠેથી ઍક અજાણ્યા ઈસમની લાશ પણ મળી આવી હતી. વીતેલા ૨૪ કલાકમાં વરસાદની માહિતી જોઈઍ તો, તા. ૧૯ જુલાઈના રોજ સવારે ૬ વાગ્યાથી તા. ૨૦ જુલાઈના રોજ સવારે ૮ વાગ્યા સુધીના ં જિલ્લામાં સરેરાશ ૭૪.૫૭ મી.મી. વરસાદ વરસ્યો હતો. જે તાલુકાવાર જોઈઍ તો, વલસાડમાં ૧૧૧ મી.મી. (મોસમનો કુલ ૧૦૪૨ મી.મી.), ધરમપુરમાં ૭૩ મી.મી. (મોસમનો કુલ ૭૨૦ મી.મી.), પારડીમાં ૧૨૦ મી.મી. (મોસમનો કુલ ૧૦૮૯ મી.મી.), કપરાડામાં ૪૨ મી.મી. (મોસમનો કુલ ૧૧૪૧ મી.મી.), ઉમરગામમાં ૬૪ મી.મી. (મોસમનો કુલ ૧૦૪૮ મી.મી.), વાપીમાં ૫૮ મી.મી. (મોસમનો કુલ ૯૪૬ મી.મી.)અને નાનાપોંઢા તાલુકામાં ૫૪ મી.મી. (મોસમનો કુલ ૮૧૨ મી.મી.) વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસ્યો હતો.

 વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે તા. ૨૦ જુલાઈના રોજ જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત હસ્તકના કુલ ૧૫ રોડ બંધ કરવામાં આવ્યા હતા. જેમાં પારડી તાલુકામાં ૭, નાનાપોંઢામાં ઍક, ઉમરગામમાં ઍક અને વલસાડમાં ૬ રસ્તા મળી કુલ ૧૫ રસ્તા બંધ કરાયા છે. આ બંધ કરાયેલા રસ્તા પરથી વાહન ચાલકો કે રાહદારીઓની અવરજવર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.