Damanganga Times.

Damanganga Times.

July 21, 2026

વલસાડની શાળાઅોમાં વૃક્ષારોપણ - ૪૦૦ વિદ્યાર્થીઅોને શૈક્ષણિક કીટનું વિતરણ કરા

વલસાડની શાળાઅોમાં વૃક્ષારોપણ - ૪૦૦ વિદ્યાર્થીઅોને શૈક્ષણિક કીટનું વિતરણ કરા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરતા હોય છે, પરંતુ વલસાડ તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડિનેટર તથા ગાયત્રી પરિવાર દક્ષિણ ઝોનના યુવા પ્રમુખ મિતેશકુમાર પટેલ છેલ્લા ૧૦ વર્ષથી પોતાનો જન્મદિવસ સમાજોપયોગી અને પર્યાવરણલક્ષી સેવાકાર્યો સાથે ઉજવી રહ્ના છે.
તેમની અનોખી પરંપરા આજે પણ તેમણે જાળવી હતી. આ વર્ષે જન્મદિવસ તેમણે ૨૪૦૦ વૃક્ષારોપણના સંકલ્પ સાથે ઉજવ્યો હતો.
વલસાડ તાલુકાની ડુંગરી સ્ટેશન પ્રાથમિક શાળા તેમજ મગોદ-ડુંગરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ સિવાય આશરે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ તથા જીવન ઘડતર માટેના પ્રેરણાદાયી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ નિમિત્તે ફઝ઼ય્જ્ની ટીમ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે જીવંત પ્રદર્શન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રોબેશનરી ત્ખ્લ્ અધિકારી પિયુષ ઘટાલા, ફઝ઼ય્જ્ ઇન્સ્પેક્ટર  વિજયભાઈ, વ્ભ્ચ્બ્ નીરવભાઈ, ડિઝાસ્ટર ઝ઼ભ્બ્ જયવિરસિંહ રાઉલ, ગાયત્રી પરિવાર, અતુલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ, આચાર્ય તેજલબેન, સતીશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતાં. મિતેશકુમાર પટેલની આ પહેલ સમાજસેવા, પર્યાવરણ સંરક્ષણ, શિક્ષણ પ્રોત્સાહન અને આપત્તિ જાગૃતિ માટે પ્રેરણારૂપ બની છે.