વલસાડમાં નવરાત્રીના ત્રણ મહિના અગાઉથી દાંડિયા ક્લાસ શરૂ
- byDamanganga Times
- 21 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ આ વર્ષે નવરાત્રીના પર્વને હજુ ત્રણ મહિના જેટલો સમય બાકી છે, છતાં વલસાડ શહેરમાં અત્યારથી જ ગરબાના તાલ અને ઉત્સાહ જોવા મળી રહ્ના છે. શહેરના વિવિધ હોલ્સમાં દોઢિયા ક્લાસ ધમધમી રહ્ના છે, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અલગ અલગ સ્ટેપ શીખી રહ્ના છે.
આગામી ૧૧મી ઓક્ટોબરે શરૂ થનારી નવરાત્રીને ધ્યાનમાં રાખીને વલસાડ શહેરમાં અત્યારથી જ ગરબાના આગોતરા આયોજનો શરૂ થઈ ગયા છે. શહેરના કેટલાક નિયુક્ત હોલ ખાતે સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી દોઢિયા ક્લાસનું સફળ સંચાલન કરવામાં આવી રહ્નાં છે.
આ દોઢિયા ક્લાસોમાં નગરજનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્ના છે, બાળકો, મહિલાઓ, યુવકો અને યુવતીઓ ઉત્સાહભેર જોડાઈને ગરબાની તાલીમ લઈ રહ્ના છે.આ ક્લાસોમાં મોટા પ્રમાણમાં શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્ના છે. હજુ તહેવારને સમય છે, તેમ છતાં વલસાડના યુવા વર્ગમાં ગરબા પ્રત્યેનો આ અતિ ઉત્સાહ દર્શાવે છે કે આ વર્ષે નવરાત્રી મહોત્સવ દરમિયાન વરસાદ નહીં પડે તો ખેલૈયાઓ રંગત જમાવશે. ખેલૈયાઓ અત્યારથી જ પરફેક્ટ સ્ટેપ્સ શીખીને મંચ પર ધમાકો કરવા સજ્જ બન્યા છે.
