વલસાડમાં શ્રી માહ્નાવંશી શિક્ષણ પ્રચારક સંઘ દ્વારા શૈક્ષણિક સન્માન યોજાશે
- byDamanganga Times
- 21 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ શ્રી માહ્નાવંશી શિક્ષણ પ્રચારક સંઘ (વલસાડ શાખા) દ્વારા આગામી સમયમાં ૨૯મો શૈક્ષણિક સન્માન, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન અને રોકડ પુરસ્કાર વિતરણ સમારંભ - ૨૦૨૬ તારીખ ૨૬-૦૭-૨૦૨૬, રવિવાર ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે ‘શિક્ષણ ભવન’ ‘સ્વ. ભગવાનદાસ માર્કર સભાગૃહ’ વશીયર, વલસાડ (ક્લબ રીસોર્ટની બાજુમાં) રાખવામાં આવ્યો છે. આ સમારંભના પ્રમુખસ્થાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (સુરત)ના નિવૃત પ્રાધ્યાપક મા. પ્રા. ડૉ. કિશોરભાઈ ઍચ. ચીખલીયા ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે મલાડ, મુંબઈની નગીનદાસ ખાંડવાલા કોલેજના નિવૃત રજિસ્ટ્રાર ગિરિશભાઈ આર. રાઠોડ હાજરી આપશે.
મુખ્ય મહેમાન તરીકે મુંબઈના શિક્ષણ દાતા રીતેશભાઈ અજીતભાઈ સુરતી ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. સંઘના પ્રમુખ ધીરજ કે. હલધર તથા માનદ્ મંત્રી જયેશ ડી. ડાંગ તેમજ હોદ્દેદારો અને કારોબારી સભ્યો દ્વારા સન્માનિત વિદ્યાર્થીઓ, વાલીઓ તથા આમંત્રિત મહેમાનોને કાર્યક્રમમાં સમયસર હાજર રહેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વરૂચી ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
