Damanganga Times.

Damanganga Times.

July 21, 2026

વલસાડના અન્ય વિસ્તારો અને રસ્તાઓ પણ સફાઈ અભિયાન માંગે છે

વલસાડના અન્ય વિસ્તારો અને રસ્તાઓ પણ સફાઈ અભિયાન માંગે છે


  મારું વલસાડ સુંદર વલસાડ સ્વચ્છ વલસાડ નામના આ વિશેષ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા શહેરના ધરમપુર રોડ અબ્રામા વિસ્તારમાં બંને તરફ ગેરકાયદેસર લગાવવામાં આવેલી લારી, મંડપોને તાત્કાલિક પાલિકા દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. ત્યાં બીજી તરફ વલસાડ શહેરના ઍમ. જી. રોડ સ્ટેડિયમ રોડ ખત્રીવાડ શાકભાજી માર્કેટ, ચોક  બેચર રોડ, આવાબાઈ રોડ હાલર રોડ વિસ્તારમાં રોડ ઉપર લારીઓ લગાવવામાં આવે છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા અને ગંદકી પણ જોવા મળતી હોય છે. આવા શહેરી વિસ્તારમાં પણ જિલ્લા કલેક્ટર દ્વારા પાલિકા ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત પાલિકાના ઈજનેરો કર્મચારીઓને સૂચના આપી સ્વચ્છતા અભિયાન ચલાવે તેવી માંગણીઓ શહેરીજનો કરી રહ્ના છે.
વલસાડ શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે વલસાડ નગરપાલિકા દ્વારા ઍક વિશેષ અને મહત્વપૂર્ણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ૅમારું વલસાડ, સુંદર વલસાડ – સ્વચ્છ વલસાડૅ નામના આ વિશેષ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગોને ચમકાવવા માટે સફાઈ અને સુશોભનની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મેગા ડ્રાઈવની શરૂઆત વલસાડના વ્યસ્ત ઍવા અબ્રામા  ધરમપુર રોડ  પરથી કરવામાં આવી હતી. વર્ષોથી રસ્તાની બંને બાજુઍ જમા થયેલો કચરો, ધૂળ-માટીના ઢગલા અને નડતરરૂપ ઝાડ-ઝાંખરા સહિતની ગંદકીને દૂર કરવા માટે તંત્ર મોડી રાત્રે મેદાનમાં ઉતર્યું હતું. રાત્રિ દરમિયાન ચાલેલી આ વિશેષ કામગીરીનું વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર સ્થળ પર રૂબરૂ પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે સેનેટરી ઇન્સ્પેક્ટર, બાંધકામ વિભાગના ઍન્જિનિયર અને આરોગ્ય સમિતિના ચેરમેન સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સમીક્ષા માટે ઉપસ્થિત રહ્ના હતાં.
આ ઓપરેશનને સફળ બનાવવા માટે નગરપાલિકાના ૨૫થી વધુ સફાઈ કર્મચારીઓની ફોજ તૈનાત કરવામાં આવી હતી. આ કામગીરીમાં આધુનિક મશીનરીનો પણ ઉપયોગ કરાયો હતો. રસ્તાની આસપાસના કચરા અને ઝાડ-ઝાંખરાના ઝડપી નિકાલ બાદ સફાઈ બાદ રસ્તાઓ પરથી ધૂળ ડામવા અને માર્ગોને ચોખ્ખાચણાક કરવા માટે પાણીનો ભારે છંટકાવ કર્યો હતો. તો બીજી તરફ વલસાડ શહેરના   મુખ્ય માર્ગો જેવા કે તિથલ રોડ, બેચર રોડ, શાકભાજી માર્કેટ આઝાદ ચોક ઍમ.જી. રોડ, ખત્રીવાડ, વિસ્તારમાં રોડ ઉપર લારીઓ , મંડપ, લગાવવામાં આવે છે જેના કારણે ટ્રાફિક સમસ્યા અને ગંદકી પણ જોવા મળતી હોય છે. આવા શહેરી વિસ્તારમાં પણ જિલ્લા કલેક્ટર દ્વારા પાલિકા ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત પાલિકાના ઈજનેરો કર્મચારીઓને સૂચના આપી સ્વચ્છતા અભિયાન ચલાવે તેવી માંગણીઓ શહેરીજનો કરી રહ્ના છે. વલસાડ જિલ્લા કલેકટર દ્વારા આહવાન કરવામાં આવ્યું કે લસાડને ઍક આધુનિક અને મોડેલ સિટી બનાવવાના આ ભગીરથ કાર્યમાં હવે જોવાનું ઍ રહેશે કે શહેરના નાગરિકો પોતાની જવાબદારી સમજીને આ સ્વચ્છતા અભિયાનને કેટલો સહયોગ આપે છે.  ત્યારે આ સ્વચ્છ વલસાડ સુંદર વલસાડ બનાવવા માટે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનની ક્યારે  શરૂઆત થાય તેની શહેરીજનો રાહ જોઈ રહ્ના છે.