Damanganga Times.

Damanganga Times.

July 21, 2026

સરોધીમાં નવા ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટો ઝળહળી : વાહનચાલકોમાં આનંદ

સરોધીમાં નવા ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટો ઝળહળી : વાહનચાલકોમાં આનંદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ વલસાડ નેશનલ હાઇવે નંબર ૪૮ પરથી પસાર થતાં વાહનચાલકો માટે લાંબા સમયની સમસ્યાનો અંત આવ્યો છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતાં આ વ્યસ્ત હાઇવે પર આવેલા સરોધી ગામના નવા ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટો નાંખીને તેને કાર્યરત કરી દેવામાં આવી છે. આ સુવિધા શરૂ થતાં જ રાત્રિના સમયે મુસાફરી કરતા વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્ના છે. અગાઉ આ નવો ઓવરબ્રિજ બની ગયા બાદ પણ ત્યાં પૂરતી લાઈટિંગની વ્યવસ્થા ન હોવાને કારણે રાતના સમયે ભારે અંધારું રહેતું હતું. વાહનચાલકોને વળાંક અને બ્રિજની સ્થિતિ સમજવામાં મુશ્કેલી પડતી હતી.
રાત્રિના સમયે નાના-મોટા અકસ્માતો થવાનો ભય સતત રહેતો હતો. સ્થાનિક વાહનચાલકો અને લાંબા અંતરના મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.
હવે બ્રિજ પર આધુનિક સ્ટ્રીટ લાઈટો લાગી જતાં આખો ઓવરબ્રિજ રાત્રે પણ દૂધ જેવા પ્રકાશથી ઝળહળી ઉઠ્યો છે. આ લાઈટો શરૂ થવાથી વિઝિબિલિટી ઘણી સારી થઈ ગઈ છે.
જેનાથી અકસ્માતોનું પ્રમાણ ઘટશે અને વાહનચાલકો સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે. ફણ્-૪૮ઍ ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો અતિ મહત્વનો હાઇવે છે, જ્યાં ચોવીસ કલાક ભારે ટ્રાફિક રહે છે. સરોધી ઓવરબ્રિજ પર લાઈટો ચાલુ થવાના આ સરાહનીય કામ બદલ સ્થાનિક લોકો અને નિયમિત મુસાફરી કરતા વાહનચાલકોઍ રાહતનો શ્વાસ લીધો છે.