Damanganga Times.

Damanganga Times.

July 20, 2026

નાનાપોîઢા- બાલચોîડી વિસ્તારમાં ઇશ્કિ તત્વોની નિયમિત હાજરી સામે કાર્યવાહી કયારે ?

નાનાપોîઢા- બાલચોîડી વિસ્તારમાં ઇશ્કિ તત્વોની  નિયમિત હાજરી સામે કાર્યવાહી કયારે ?


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 કપરાડા. તા.૧૯ ઃ નાનાપોંઢા - બાલચોંડીમા ચાલતી શાળાઓ શરૂ થવાના અને છૂટવાના સમયે બે લબરમૂછિયા અસામાજિક તત્વોની જમાત થઈ જતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ઍક જાણકારી મુજબ ગત રોજ નાનાપોંઢા ખાતે ઍક પોલીસ લોકદરબારમાં જાગૃત નાગરિકો દ્વારા શાળાઓનું આજુબાજુ ઇશ્કિટટ્રુઆની રીતસરની જમાત થઈ જતી હોવા અંગે પ્રશ્ન રજૂ કર્યો હતો. છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.  જે ને લઈ અસામાજિક ઇશ્કિ તત્વો ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારી આંટા મારતા રહે છે. આ ઉપરાંત મોબાઇલમાં વિડિઓ ઉતારી ઈન્સ્ટાગ્રામમાં મૂકતા હોવાની વાલીઓમાં ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી વાલીઓમાં માંગ ઉઠી રહી છે. આ ઇશ્કિ તત્વોને પોલીસનો કોઈ ડર નથી. બે રોકટોક બાઈક હંકારી આંટા મારતા હોય ક્યારેક મોટો અકસ્માત બની શકે છે. આ ઉપરાંત મોબાઇલમાં વિડિઓ ઉતારી રીલ બનાવી ઈન્સ્ટાગ્રામ પર મૂકતા હોવાનું ફરિયાદો ઉઠી રહી છે. જે અંગે પોલીસ શાળા શરૂ થવાના અને છૂટવાના સમયે પેટ્રોલિંગ કરે અને આવા તત્વોને કાયદાકીય ભાન કરાવે તેવી વાલીઓમાં માંગ ઉઠી રહી છે.