Damanganga Times.

Damanganga Times.

July 20, 2026

બાલચોંડી કન્યા વિધાલયમાં સાયબર સેફટી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બાલચોંડી કન્યા વિધાલયમાં  સાયબર સેફટી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૧૯ ઃ આજના મોબાઇલ અને ઇન્ટરનેટ યુગમાં વધતા જતાં સાયબર ફ્રોડના ગુનાઓને રોકવા અને લોકોમાં જાગૃતિ લાવવા વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો *અંતર્ગત સાયબર સેફટી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્નાં છે.જેથી સાયબર ફ્રોડના નિર્દોષ લોકો શિકાર ન બની શકે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્ના છે. જેને લઈ બાલચોંડી સ્થિત ચાલતી અંબેમાતા કન્યા વિદ્યાલયમાં વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના સૌજન્યથી બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમના અંતર્ગત સાયબર સેફટી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાયબર ઍક્સપર્ટ પોલીસ અધિકારી દિપાલીબેન દ્વારા સાયબર ક્રાઇમ શું છે ? તે કેવી રીતે બને છે ? સાયબર ફ્રોડથી બચવા શું કરવું જોઈઍ, સાયબર ફ્રોડમાં સંકળાયેલા સાયબર વિભાગ કેવી રીતે કામ કરે છે. જે અંગે વિસ્તૃત સમજૂતી બાળકોને આપી હતી. આ ઉપરાંત અજાણી વ્યક્તિ સાથે ચેટિંગ ન કરવું, સરકારી યોજનાઓના નામે ફ્રોડ ફાઇલ આવે છે. આવી ફાઇલો ન ખોલવા, ડીઝીટલ ઍરેસ્ટ વિડિઓ કોલ આવે તો ઘબરવાની જરૂર નથી. આ આવા બનાવો બને તો તાત્કાલિક સાયબર  વિભાગના ૧૯૩૦ નંબર પર કોલ કરવો, વધુમાં શાળા વિદ્યાર્થીઓને ઓનલાઈન ગેમ, ઑનલાઇન શોપિંગના નામે પર ફ્રોડ થઈ શકે છે. બાળકોઍ ભણવામાં ધ્યાન આપવું, મોબાઇલમાં ઓછું ધ્યાન આપવા જણાવી બાળકોને ખૂબ સારી જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય જયદીપભાઈ મહેતા દ્વારા ઉપસ્થિત વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના પ્રતિનિધિઓના કાર્યને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં વન સ્ટોપ સેન્ટરના પ્રતિનિધિ સ્નેહાબેન પટેલ સહિત પોલીસકર્મીઓ, શાળાના શિક્ષક સ્ટાફ અને મોટી સંખ્યા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતાં.