જીરવલમાં ૩ પેઢીથી લોકોઍ રસ્તો જ નથી જાયો!
- byDamanganga Times
- 20 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા.૧૯ ઃ નાનાપોંઢા તાલુકાનું જીરવલ ગામના બરડા ફળિયામાં ૧૯૯૩માં બનેલી પ્રાથમિક શાળા બની હતી. આ શાળામાં આવવા - જવા માટે ઍક માત્ર ૨ કિમીના રસ્તો આજ દિન સુધી બન્યો નથી. જેથી બાળકો ચોમાસા દરમ્યાન હાથમાં છત્રી, બેગ સાથે આ રસ્તો પરથી પસાર થવું બાળકો માટે માથાનો દુઃખાવો બની ગયો, આ બિસ્માર અને કાદવ કીચડવાળા રસ્તાના કારણે ચોમાસામાં શાળા નિયમિત બાળકો જઈ શકતા નથી. સ્થાનિક રહીશો અને બાળકોના વાલીઓની વેદના વર્ણવતા જાણવા મળ્યું કે જીરવલ ગામ ના બરડા ફળિયા ખાતે શાળા શરૂ થઈને આજે ૩૩ વર્ષ થયા છે. શાળામાં બાળકોને આવવા જવા માટે ઍક માટે બિસ્માર અને આબડ - ખુબડ રસ્તા રસ્તા પરથી ચાલવું ખૂબ મુશ્કેલ થઈ રહ્નાં છે. જેમાં ચોમાસા દરમિયાન શાળામાં જતાં બાળકોની મુશ્કેલી દૂગની બની માથાનો દુખાવો સમાન બની ચૂકી છે. ઍ આ વિસ્તારના રહીશોની કમનસીબી છે. ઍક જાણકારી મુજબ આ રસ્તા પરથી શાળાઍ ત્રણ ત્રણ પેઢી સુધીના બાળકો શાળાઍ ગયા છે. છતાં પણ કોઈ તંત્રનું ધ્યાન ગયું નથી. જે અંગે વારંવારની રજૂઆતો બાદ પણ તંત્રનું ઉદાસીન વલણ આ વિસ્તારના શાળામાં ભણતા બાળકો અને રહીશો માટે અભિશાપ રૂપ બન્યું છે. સરકાર દર વર્ષે રસ્તાઓ માટે કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ જીરવલ ગામના બરડા ફળિયાના મહતમ ઉપયોગ ૧થી ૮ ધોરણના અભ્યાસ કરતા બાળકોના આવવા જવા રસ્તા માટે કોઈનું ધ્યાન ગયું નથી. ચોમાસા દરમિયાન આ રસ્તાની સ્થિતિ જોતા જ બાળકો પર દયા ઊપજે છે. બાળકો હાથમાં છત્રી, બેગ અને ચંપલ પહેરીને રસ્તા પર ચાલવું શક્ય જ નથી. કાદવમાં ચંપલો ખૂંપી જાય છે. બાળકો ચંપલ કાઢવા જતાં કાદવવાળા બની જતાં હોવાનું જાણવા મળે છે. આ ઍક ચોમાસાની વાત નથી. છેલ્લા ૩૩ વર્ષથી આ સમસ્યા લોકો અને શાળામાં જતાં બાળકો ભોગવી રહ્ના હોવાનું જાણવા મળે છે. આઝાદીના ૭૬ વર્ષ બાદ પણ જીરવલ ગામના બરડા ફળિયા રહીશોને રસ્તો નશીબ થયો નથી. ઍ લોકોની કમનસીબી છે. જે અંગે તંત્ર સક્રિયતા દાખવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.
