Damanganga Times.

Damanganga Times.

July 20, 2026

દમણ સાંસદને વાપીની ડમ્પીંગ સાઈડની મુલાકાત વિના પાછા ફરવું પડ્યું

દમણ સાંસદને વાપીની ડમ્પીંગ સાઈડની મુલાકાત વિના પાછા ફરવું પડ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૯ ઃ  વાપી મહાનગરપાલિકાની ચંડોર ડમ્પિંગ સાઇટમાંથી નીકળતા પ્રદૂષણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં દમણના સાંસદ ઉમેશ પટેલે ડમ્પિંગ સાઇટની મુલાકાત લઈને પ્રદૂષણ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ શનિવારે તેઓ ફરી વાપી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશભાઈ શાહ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ડમ્પિંગ સાઇટ પર પહોંચ્યા હતા.
જોકે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ બેઠકમાં વ્યસ્ત હોવાથી સ્થળ પર હાજર રહી શક્યા ન હતા. જેના કારણે ડમ્પિંગ સાઇટની સંયુક્ત મુલાકાત અને નિરીક્ષણ થઈ શક્યું ન હતું. આ દરમિયાન સાંસદ ઉમેશ પટેલે ડમ્પિંગ સાઇટના પ્રદૂષણ મુદ્દે તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
તેમણે દમણમાંથી ગુજરાતમાં દારૂની બેફામ હેરાફેરી થતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને ગુજરાત પોલીસની ચેકપોસ્ટ પર થતી તપાસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ સરહદી વિસ્તારોમાં વધુ અસરકારક દેખરેખ અને કડક કાર્યવાહી જરૂરી છે. આ મુલાકાત દરમિયાન વાપી મહાનગરપાલિકાના કોર્પોરેટર ખંડુભાઈ પટેલ સહિત કોંગ્રેસના આશરે ૧૦થી ૧૨ કાર્યકર્તાઓ હાજર રહ્ના હતા. કોંગ્રેસે પ્રદૂષણ અને સરહદી વિસ્તારોમાં કાયદાના અમલ જેવા મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.