વલસાડમાં સોશિયલ મિડિયાની હરિફાઈ હવે ખંડણી સુધી પહોîચી !
- byDamanganga Times
- 20 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ વલસાડના ગુંદલાવ માં રહેતા અને valsad_views નામનું લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવતા ૨૧ વર્ષીય રીતિક સુરેન્દ્રભાઈ શાહને સોશિયલ મીડિયા પર કૉપિરાઇટ સ્ટ્રાઇક હટાવવાના બહાને તેમજ ડ્રોન શૂટિંગના વીડિયો બાબતે યુકે ના કોઈ અજાણ્યા વ્યક્તિના નામે ડરાવી ધમકાવીને મોટી રકમ પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે ભોગ બનનારે વલસાડ પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.
રીતિક શાહ છેલ્લા છ વર્ષથી વલસાડ જિલ્લાની વિવિધ દુકાનો અને સ્થળોના પ્રમોશનલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું કામ કરે છે. ગત મે ૨૦૨૬ દરમિયાન તેણે ઉમરગામના શ્રેયાંશ યાદવ નામના ડ્રોન ઓપરેટર પાસે વલસાડ રેલ્વે સ્ટેશન બહાર ડ્રોન વીડિયો શૂટ કરાવ્યો હતો, જેના બદલામાં નક્કી થયેલા નાણાં પણ ચૂકવી દીધા હતા. આ વીડિયો રીતિકે પોતાના પેજ પર અપલોડ કર્યો હતો. જોકે, ત્યારબાદ શ્રેયાંશ યાદવ અને તેના સાથીદાર નિકુંજ સરદારસિંહ મીના (રહે. રચના પાર્ક સોસાયટી, તીથલ રોડ, વલસાડ) ઍ કુટિલ કારતૂસ રચી રીતિકના ઇન્સ્ટાગ્રામ પેજ પર કૉપિરાઇટ રિપોર્ટ કરાવ્યો હતો. નિકુંજ સરદારસિંહ મીના (રહે. રચના પાર્ક સોસાયટી, તીથલ રોડ, વલસાડ) શ્રેયાંશ યાદવ (રહે. ઉમરગામ, જિ. વલસાડ) તથા અજાણ્યો યુકેનો નંબર ધારક
કૉપિરાઇટના કારણે પેજ બંધ થઈ જવાની ભીતિ બતાવી આરોપીઓઍ રીતિક પાસે શરૂઆતમાં ૧૫,૦૦૦ રૂપિયા અને ત્યારબાદ યુકેના કથિત વ્યક્તિના નામે રૂ. ૨ લાખની માંગણી કરી હતી. ઍટલું જ નહીં, આરોપી નિકુંજ મીનાઍ વલસાડ ટાવર નજીક કે.બી. મોલ પાસે રીતિકને રૂબરૂ બોલાવી ધમકી આપી હતી કે જો રૂપિયા નહીં આપે તો વલસાડમાં પ્રમોશનનું કોઈ કામ કરવા દેશે નહીં, તેના હાથ-પગ તોડી નાખશે અને આજીવન કેદ થાય તેવા ગંભીર ગુનામાં ફસાવી દેશે.
ત્યારબાદ આરોપીઓઍ વોટ્સઍપ મેસેજ દ્વારા ખંડણીની રકમ વધારીને સીધી રૂ. ૧૦ લાખની માંગણી કરી હતી. જેથી નિકુંજ મીના, શ્રેયાંશ યાદવ અને અજાણ્યા વિદેશી નંબરના ધારક સામે પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી, બળજબરીથી નાણાં કઢાવવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કરાવતા જિલ્લાના ઇન્ફલુઍન્ઝર માં ફફડાટ ફેલાઈ ગયો છે.
