બીલીમોરાના યુવકના આપઘાત કેસમાં પોલીસ તપાસ ઠેરની ઠેર
- byDamanganga Times
- 20 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા,તા.૧૯ ઃ બીલીમોરાના ૨૮ વર્ષીય યુવાન ચિરાગ દિલીપભાઈ મિસ્ત્રીઍ કથિત પ્રેમપ્રકરણમાં માનસિક હેરાનગતિનો આક્ષેપ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યા બાદ આત્મહત્યા કરી હોવાની ઘટનાને બે દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસ તપાસ હજુ ચાલુ હોવાનું જણાવી રહી છે. પોલીસે ઝેરી દવા ની ખાલી બોટલ નો ભેદ ઉકેલવા વિશેરા ટેસ્ટ કરાવ્યો છે. બીજી તરફ શહેરમાં હવે શું ની કુતૂહલતા ને પગલે કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વીડિયોમાં તેણે મહિલા સહિત પાંચ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરી, તેમની હેરાનગતિથી કંટાળીને આ અંતિમ પગલું ભરી રહ્ના હોવાનું જણાવ્યું હતું. વીડિયો પોસ્ટ કર્યા બાદ તેણે પોતાના જૂના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાને ૮૦-૯૦ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તપાસ અધિકારી દ્વારા માત્ર તપાસ ચાલુ છે. ઍવો જવાબ આપવામાં આવી રહ્ના છે.
