Damanganga Times.

Damanganga Times.

July 20, 2026

વલસાડ હાઈવે પર રખડતા ઢોરથી ૧૦ વાહનો ઍકબીજા સાથે અથડાયા

વલસાડ હાઈવે પર રખડતા ઢોરથી ૧૦ વાહનો ઍકબીજા સાથે અથડાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ નેશનલ હાઇવે નંબર ૪૮ પર રખડતા ઢોરોનો ત્રાસ વાહનચાલકો માટે ફરી ઍકવાર આફત સાબિત થયો છે. આજે વલસાડમાંથી પસાર થતા હાઇવે પર માત્ર બે કલાકના ગાળામાં બે અલગ-અલગ સ્થળોઍ વિચિત્ર અકસ્માતો સર્જાયા હતા. રસ્તો ઓળંગી રહેલા રખડતા ઢોરને બચાવવા જતાં ઍક જ દિવસમાં કુલ ૧૦ વાહનો ઍકબીજા પાછળ ધડાધડ અથડાયા હતા. આ અકસ્માતોમાં વાહનોને ભારે નુકસાન થયું છે, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.
અટક પારડી અને અતુલ હાઇવે પર સર્જાયા અકસ્માતમાં મળતી માહિતી મુજબ, હાઇવે પર અચાનક ઢોર આડા ઉતારવાના કારણે બ્રેક મારતા પાછળ આવી રહેલા વાહનો ચાલકોઍ નિયંત્રણ ગુમાવ્યું હતું. પ્રથમ બનાવમાં વલસાડના અટક પારડી હાઇવે પર ૪ વાહનો ઍકબીજા સાથે ભટકાયા હતા. જ્યારે બીજા બનાવમાં અતુલ હાઇવે પર ૬ વાહનો ઍક પછી ઍક પાછળ અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. બંને ઘટનાઓ મળીને હાઇવે પર કુલ ૧૦ વાહનો  લાઈનબધ્ધ અથડાતા  વાહનો ભારે નુકસાન જોવા મળ્યું હતું.તમામ વાહનોના ચાલકો કે તેમાં સવાર અન્ય મુસાફરોમાંથી કોઈને પણ ગંભીર ઈજા કે જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.