Damanganga Times.

Damanganga Times.

July 20, 2026

ગણદેવીની સગીરાની ગર્ભપાતની અરજી નામંજૂર કરતી હાઈકોર્ટ

ગણદેવીની સગીરાની ગર્ભપાતની અરજી નામંજૂર કરતી હાઈકોર્ટ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૧૯ ઃ ગણદેવી તાલુકાના ઍક વિસ્તારમાં મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારમાં ૧૭ વર્ષીય સગીરા તેના જ સગા મોટા ભાઈના દુષ્કર્મનો ભોગ બની હતી. આ દુષ્કૃત્યના કારણે અબુધ તરુણી ગર્ભવતી બની હતી. આ મામલે પોલીસ મથકે સગીરાના સગા ભાઈ વિરુદ્ધ ગુનોની ધરપકડ કરી  છે. દરમ્યાન સગીરા તેની મોટી બહેનનાં પુત્ર ને પોલિયો ની રસી પીવડાવવા માટે ગઈ હતી. તે વેળા ત્યાં હાજર આરોગ્ય કર્મચારી ની નજર સગીરા ઉપર પડી હતી. સગીરાની શારીરિક અવસ્થા જોઈ ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરી હતી. બાદમાં ડોક્ટર પાસે સોનોગ્રાફી કરાવતા સગીરા ગર્ભવતી હોવાનું અને તેને ગર્ભ ૭ મહિનાથી વધુનો હોવાનું સ્પષ્ટ થયું હતું, જે અંગે તુરંત જ ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. આ ઘટમાં સગીરા અને તેના પરિવાર દ્વારા હાઈકોર્ટમાં ગર્ભપાતની મંજૂરી મેળવવા માટે અરજી કરી હતી. આ અરજીના સંદર્ભમાં કોર્ટે સુરત સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમને તપાસ કરવા આદેશ આપ્યો હતો. મેડિકલ ટીમના અહેવાલ મુજબ, ગર્ભ ૩૪ અઠવાડિયાનો હોવાથી અત્યંત વિકસિત છે અને ગર્ભપાત કરાવવો સગીરાના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમકારક હોવાનું જણાવી હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો છે અને કુદરતી પ્રસૂતિ સુધી ગર્ભવસ્થા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે નવો આદેશ કરતા જણાવ્યું છે કે, પ્રસૂતિ ન થાય ત્યાં સુધી સગીરાના સ્વાસ્થ્યની સુરક્ષા અને ત્યારબાદ નવજાત બાળકના ઉછેર તથા સારવારનો તમામ તબીબી ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.