Damanganga Times.

Damanganga Times.

July 20, 2026

કલસર ચેકપોસ્ટથી ૬૫.૨૨ ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો

કલસર ચેકપોસ્ટથી ૬૫.૨૨ ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૧૯ ઃ પારડી પોલીસે કલસરગામની ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન ઍક યુવકને ૬૫.૨૨ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી કુલ ૫૬,૨૬૧નો મુદ્દામાલ જ કર્યો છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ ત્ભ્લ્, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા ત્ભ્લ્ તથા નાયબ પોલીસ અધિક્ષક ઍ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. ગોહિલની સૂચનાથી પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન દમણ તરફથી આવતી સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી. નં. ઞ્થ્-૧૫-ચ્ન્-૫૮૬૯ને અટકાવી તપાસ કરતાં ચાલકના કમરના ભાગેથી કાળી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલો ૬૫.૨૨ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.પોલીસે દેવેન્દ્ર રમેશભાઈ નાનુભાઈ પટેલ ઉ.વ. ૨૨ રહે. પારનેરા, બ્રાહ્મણ ફળિયા, વલસાડની ધરપકડ કરી હતી. તેની પાસેથી ગાંજા ઉપરાંત ઍક મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલી મોટરસાયકલ મળી આવી હતી. પોલીસે કુલ ૫૬,૨૬૧નો મુદ્દામાલ કબજે કરી ઍન.ડી.પી.ઍસ. ઍક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં ગાંજો દમણના સોમનાથ વિસ્તારમાં માછલી વેચતી ઍક અજાણી મહિલા પાસેથી લાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ મહિલાને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે સમગ્ર કાર્યવાહી પારડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ અર્જુનભાઈ ઠાકુર, જી.આર.ડી. સભ્ય અનિકેત મનોજભાઈ પટેલ તથા ઍસ.આર.ડી. સભ્ય રીન્કલભાઈ સતીષભાઈ પટેલે સફળતાપૂર્વક પાર પાડી હતી.