નવેરામાં કારે રિક્ષાને ટક્કર મારતાં ઍક વૃદ્ધનું મોત : ચારને ગંભીર ઈજા
- byDamanganga Times
- 20 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ નવેરા ગામ પાસે ઍક અર્ટિગા કારે ઓટો રિક્ષાને અડફેટે લેતાં રિક્ષામાં સવાર ઍક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
પારડી તાલુકાના કોલક ગામે રાજેશકુમાર પરભુભાઈ ટંડેલ રહે છે. રાજેશ ભાઈ પોતાની ઓટો રિક્ષા નંબર ઞ્થ્-૧૫-ખ્ષ્-૦૮૧૦ લઈને દર્દીઓને સારવાર માટે ધરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંથી સારવાર કરાવીને સાજના આશરે ૫ વાગ્યાના સુમારે તેઓ પરત ફરી રહ્ના હતા.તે દરમિયાન વલસાડ ના નવેરા સુથાર ફળિયા ત્રણ રસ્તા, મહિલા ડેરી સામેથી પસાર થતી વખતે સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી ઍક સફેદ કલરની અર્ટિગા કાર નંબર ઞ્થ્-૧૫-ઘ્મ્-૦૭૭૩ ના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માત માં રિક્ષામાં બેઠેલા મુસાફરો રોડ પર ફંગોડાઈ ગયા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
કલ્યાણભાઈ જાદવભાઈ ટંડેલ (રહે. કોલક ધનેરી ફળિયા)ને શરીરે ગંભીર મૂઢમાર અને ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે રાજેશકુમાર પરભુભાઈ ટંડેલ રિક્ષા ચાલક ને માથાના ભાગે ગંભીર ઈજા તેમજ જમણી આંખની નીચે ફ્રેક્ચર થયું છે.ભુપેન્દ્રકુમાર જોગીભાઈ મલિયાવાલા ને માથામાં ઈજા થતાં ડાબી આંખની ઉપર ચાર ટાંકા આવ્યા છે અને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું છે. જીજ્ઞાશાબેન ભુપેન્દ્રકુમાર મલિયાવાલા ને જમણા પગના તળિયાના ભાગે તેમજ માથા અને કપાળના ભાગે ગંભીર સોજો અને નાની-મોટી ઈજાઓ થઈ છે. આ ઘટના અંગે મૃતક અને ઈજાગ્રસ્તોના પરિવારજન શ્રેય રાજેશકુમાર ટંડેલ (ઉં.વ. ૨૦) ઍ વલસાડ પોલીસ મથકે અર્ટિગા કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
