વલસાડમાંથી મોપેડ ચોરાયું
- byDamanganga Times
- 20 July, 2026
વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ શહેર ના રામવાડી ગીતા સદનની પાછળ રહેતા અને અતુલ કંપનીમાં કેમિકલ ઓપરેટર તરીકે નોકરી કરતા હર્ષિલ નરેશભાઈ પટેલે વલસાડ સીટી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી કે ગત તારીખ ૦૭/૦૭/૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૧૧ૅં૩૦ વાગ્યે તેમના પિતા ઍ પોતાની માલિકીનું બગમેન મોપેડ નંબર ઞ્થ્-૧૫-ચ્પ્-૩૫૯૩ ઘરની ગલીમાં હેન્ડલ લોક કરીને પાર્ક કર્યું હતું. વહેલી સવારે આશરે ૦૪ વાગ્યાની આસપાસ જ્યારે પરિવારના સભ્ય જાગી બહાર નીકળ્યા ત્યારે પાર્ક કરેલું મોપેડ ત્યાં જોવા મળ્યું ન હતું. આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં પણ મોપેડનો કોઈ પતો લાગ્યો ન હતો.
