Damanganga Times.

Damanganga Times.

July 20, 2026

વાપીના મહાત્મા ગાંધી માર્ગ પર લારીઓનો કબજો, ટ્રાફિક જામથી લોકો પરેશાન

વાપીના મહાત્મા ગાંધી માર્ગ પર લારીઓનો કબજો, ટ્રાફિક જામથી લોકો પરેશાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૯ ઃ વાપી શહેરના મહાત્મા ગાંધી માર્ગ પર આવેલા મિલન પાન સેન્ટરથી વૈભવ હોટલ સુધીમા રોજ સાંજના સમયે નાસ્તા તેમજ નોનવેજ વાનગીઓનું વેચાણ કરતી લારીઓ મોટી સંખ્યામાં ઉભી રહેતાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. સાંજના પીક અવર્સ દરમિયાન માર્ગ પર વાહનોની અવરજવર વધતી હોવાથી લારીઓને કારણે વારંવાર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ વાપી રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર ઉપર પણ નોનવેજ તેમજ ઈંડા નું ખુલ્લી લારીમાં લોકોની આસ્થા દુભાઈ તેવી રીતે વેચાણ કરાવી રહ્નાં છે.
વાપી મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા સવારે કેટલાક કલાકો માટે નાસ્તાની લારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સાંજના સમયે મહાત્મા ગાંધી માર્ગ પર ઉભી રહેતી લારીઓ સામે કોઈ કાર્યવાહી થતી ન હોવાનું જોવા મળે છે. તો વાપી રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર પાસે જ બંને સાઈટ નોનવેજ અને ઈંડાનું ખુલ્લામાં વેચાણ કરાઈ રહ્નાં છે. જેને કારણે અહીંથી પસાર થતાં લોકો યે આ નોનવેજ અને ઈંડાની વાસને કારણે નાક બંધ કરીને પણ જવું પડે છે તેમ છતાં આ બંને લારીઓ સાંજના સમયે લાગી જાય છે તેને કેમ હટાવવાતું નથી તેવા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્ના છે અને આ ગેરકાયદે નાસ્તાની લારીઓના પરિણામે ટ્રાફિક વ્યવસ્થા સતત ખોરવાઈ જતી રહે છે અને આ માર્ગ ઉપર ખાસ કરીને ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે માથાનો દુખાવો બન્યો છે. હવે વાપીમાં ટ્રાફિક પોલીસ ની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે તો આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી તેવા પણ પ્રશ્ન ઊભા થઈ રહ્ના છે.