ધરમપુરમાં સોનમ વાંગચુકના આંદોલનના સમર્થનમાં ઉપવાસ
- byDamanganga Times
- 20 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૯ ઃ વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને પર્યાવરણપ્રેમી સોનમ વાંગચુકના અહિંસક આંદોલનને નૈતિક સમર્થન આપવા ધરમપુરના જાગૃત યુવાનો દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે પ્રતીક ઉપવાસ યોજાયો હતો. આ દરમિયાન ફચ્ચ્વ્ સહિતની વિવિધ પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ સામે વિરોધ નોંધાવી પરીક્ષાઓમાં પારદર્શિતા જળવાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી. પ્રતીક ઉપવાસમાં પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, સામાજિક કાર્યકર જયેશભાઈ પટેલ, ઍસ.ટી. કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના ચેરમેન રાહુલ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશ પટેલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કમલેશભાઈ પટેલ, ઍડવોકેટ અજીતભાઈ ગરાસિયા, પૂર્વ પાલિકા સભ્ય ધીરજ પટેલ, ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ નિર્મલ સુરતી, ઉત્તમભાઈ ગરાસિયા, ઍડવોકેટ ફહીમ બાહનાન, ડાહ્નાભાઈ પટેલ, સુનિલ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો અને શિક્ષિત યુવાનો ઉપસ્થિત રહ્ના હતા.ઉપસ્થિતોઍ જણાવ્યું હતું કે પેપર લીક જેવી ઘટનાઓથી મહેનત કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યને ગંભીર નુકસાન થાય છે. તેથી આવી ઘટનાઓને અટકાવવા કડક પગલાં અને પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જરૂરી છે. પ્રતીક ઉપવાસ દ્વારા યુવાનોના ભવિષ્ય, શિક્ષણમાં પારદર્શિતા અને ન્યાય માટે ઍકતા સાથે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
