Damanganga Times.

Damanganga Times.

July 20, 2026

વાપી મનપાની ચૂંટણીમાં બનાવટી દસ્તાવેજા રજુ કરી ઉમેદવારીના મુદ્દે ગુનો નોîધાયો

વાપી મનપાની ચૂંટણીમાં બનાવટી દસ્તાવેજા રજુ કરી ઉમેદવારીના મુદ્દે ગુનો નોîધાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૯ ઃ વાપી તાલુકાના છીરી વિસ્તારમાં રહેતા ઍક વ્યક્તિઍ બનાવટી દસ્તાવેજોના આધારે ચૂંટણી લડીને સત્તા મેળવ્યાનો ગંભીર આક્ષેપ કરતા વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વાપીના છીરી, કિષ્ના પાર્ક, અનમોલ કોમ્પ્લેક્ષ, ફલેટ નં.૩૦૫માં રહેતા ફરિયાદી મોહમદ ઇમરાન અબ્દુલ રઉફ મિર્ઝા ઉ.વ.૪૦ ઍ સમસુદીન નુરૂદીન ચૌધરી રહે. બંગલો નં.૩, હલીમા મંઝિલ, કોપરલી રોડ, અક્સાના માર્કેટ, વાપી અને સુનિતા ઉમેશચંદ્ર તિવારી રહે. છીરી, વાપી વિરુદ્ધ ફરિયાદ આપી છે.
ફરિયાદમાં જણાવાયું છે કે બંને આરોપીઓઍ પૂર્વઆયોજિત ષડયંત્ર રચી ખોટા-બનાવટી સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અને નોટરાઇઝ્ડ સોગંદનામા તૈયાર કર્યા હતા. તે ખોટા દસ્તાવેજ હોવાનું જાણવા છતાં અસલી તરીકે ઉપયોગમાં લઈને સને ૨૦૧૫માં વાપી તાલુકા પંચાયતના છીરી વોર્ડ નં.૨ અને સને ૨૦૨૬માં વાપી મહાનગરપાલિકાના છીરી વોર્ડ નં.૩માંથી ઉમેદવારી નોંધાવી હતી. આરોપીઓઍ આ બનાવટી દસ્તાવેજો મામલતદાર કચેરી, બલીઠા ખાતે રજૂ કરી ઉમેદવારી નોંધાવી અને ચૂંટણીમાં જીત મેળવી સત્તા પર રહી રાજ્ય ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યાનો આક્ષેપ છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આ બનાવ તા.૦૭/૧૧/૨૦૧૫થી તા.૨૮/૦૪/૨૦૨૬ દરમિયાન બન્યો હતો. ફરિયાદીઍ ઍવું પણ જણાવ્યું કે તેઓ પોતે વર્ષ ૨૦૧૫માં છીરી તાલુકા પંચાયતના વોર્ડ નં.૩માંથી ઉમેદવાર હતા અને તે સમયે આરોપી સમસુદીન ચૌધરીની ઉંમર સંબંધિત વિસંગતતા તેમના ધ્યાને આવી હતી. આ અંગે તેમણે વાપી કોર્ટમાં ફોજદારી પરચૂરણ અરજી નં.૪૨૩/૨૦૨૬ પણ દાખલ કરી છે. ફરિયાદના આધારે તા.૧૮/૦૭/૨૦૨૬ના રોજ રાત્રે ૯ઃ૩૫ કલાકે વાપી જીઆઈડીસી પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૩૫(૨), ૩૩૫(૩), ૩૪૦(૨) અને ૬૧(૨) હેઠળ ગુનો દાખલ કરી ઍ.ઍસ.આઈ. સિદ્ધાર્થ ભીમજીભાઇને વધુ તપાસ સોંપી છે.

ભાજપમાં બેઠકોનો દોર

વાપી મનપાના વોર્ડ નંબર ૩ છીરીમાંથી ચૂંટાયેલા ભાજપના કાઉન્સિલર  સમસુદીન નુરુદ્દીન ચૌધરી તથા મહિલા કાઉન્સિલર કમ વાપી મનપાના શાસકપક્ષના દંડક સુનિતા તિવારી સામે ફોજદારી રાહે ગુનો દાખલ થતાં સત્તાધીશઓમાં દોડધામ શરૂ થઈ ગઈ છે અને આ આગળ બંને કોર્પોરેટરોને બચાવવા શું કરવું તે અંગે રણનીતિ બનાવવા અંદર ખાને બેઠકનો દોર શરૂ થઈ ગયો હોવાનું જાણવા મળે છે.

ભાજપના બંને કોર્પોરેટરોનું સભ્ય પદ રદ કરાવવા હાઈકોર્ટ સુધી જઈશું ઃ કોîગ્રેસ

 આજે  આ અંગે વાપી શહેર કૉંગ્રેસ કાર્યાલય ખાતે પ્રમુખ મહેશ શાહની અધ્યક્ષતામાં બોલાવેલી પત્રકાર પરિષદમાં કોગ્રેસના નેતા કમ ઍડવોકેટ  શશાંક કુમાર મિશ્રાઍ જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપીઓ સામે ખોટું સોગંદનામું કરવાં, ખોટા દસ્તાવેજ ઊભા કરવાં અને તેનો ઉપયોગ કરવો ચૂંટણી લડાવી જેવા ગંભીર ગુનો બને છે. અમો આગામી દિવસોમાં મહાનગર પાલિકાના આ બંને ચૂંટાયેલા કોર્પોરેટરનું સભ્ય પદ રદ થાય અને તેઓ સામે કાયદાકીય પગલા ભરવામાં આવે તે માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીશુ, હાલમાં ભાજપ દ્વારા પીવાના પાણી, સફાઈ સહિત અનેક ગંભીર બાબતો અંગે કોઈ જવાબ આપવામાં આવતો નથી તેઓના પ્રવક્તા તરીકે સરકારી અધિકારીઓને આગળ કરવામાં આવી રહ્ના છે. વધુમાં કોંગ્રેસ શહેર પ્રમુખ મહેશ શાહ અને ફરિયાદીના વકીલના જણાવ્યા મુજબ, સમસુદ્દીન ચૌધરીઍ ચૂંટણી ફોર્મમાં પોતાની શૈક્ષણિક લાયકાત અંગે ખોટી માહિતી આપી છે.  ફોર્મમાં તેમણે વર્ષ ૨૦૦૭ સુધી હિન્દી વિદ્યામંદિર સ્કૂલમાં માત્ર પાંચમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું હતું. જો કે તપાસમાં સામે આવ્યું છે કે તેમણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, છરવાડામાં ધોરણ ૧ થી ૧૦ સુધી અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેમના અસલી જન્મ પ્રમાણપત્ર મુજબ તેમની જન્મ તારીખ ૧૬ નવેમ્બર, ૧૯૯૮ હોવાનું પણ જાણવા મળ્યું છે. જેના કારણે ચૂંટણી ફોર્મમાં આપવામાં આવેલી વિગતો અને હકીકત વચ્ચે વિસંગતતાનો દાવો કરવામાંઆવ્યો છે.