Damanganga Times.

Damanganga Times.

July 18, 2026

વાપીના આશાધામ સ્કૂલ પાસે બાઈક ચાલકે બે યુવકને ટક્કર મારતા ઈજા

વાપીના આશાધામ સ્કૂલ પાસે બાઈક ચાલકે બે યુવકને ટક્કર મારતા ઈજા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૭  ઃ વાપીના ગુંજન-મોદાલનગર રોડ પર આવેલ આશાદામ સ્કૂલના ગેટ પાસે બેફિકરાઈથી બાઈક હંકારતા ઍક યુવકે ટક્કર મારતા બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
વાપીના કબ્રસ્તાન રોડ, ફહીમ ઍપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી નદીમ અસગર શેખ ઉ.વ.૩૧ઍ વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે તા.૧૬/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યાના સુમારે તેઓ તેમના મિત્ર કાદરભાઈ કાસમભાઈ કચરા સાથે બજાજ કંપની ફ્રીડમ મોટરસાયકલ નં.ઞ્થ્-૧૫-ચ્ન્-૯૫૮૪ લઈને મોદાલનગરથી ગુંજન તરફ જઈ રહ્ના હતા.
આ દરમિયાન કોપરલી રોડ તરફથી પાછળથી આવતા ધ્વ્પ્ ઝ઼્યત્ત્ફૂ મોટરસાયકલ નં.ઞ્થ્-૧૫-ચ્ઘ્-૪૩૪૨ના ચાલકે બેફિકરાઈથી અને વધુ પડતા નશાની હાલતમાં વાહન હંકારીને ફરિયાદીની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ફરિયાદી નદીમને ડાબા પગ અને પીઠના ભાગે ઈજા થઈ હતી. જ્યારે મિત્ર કાદરભાઈને ડાબા પગ, જમણા હાથ અને દાંતના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ધ્વ્પ્ ચલાવનાર ઈસમને તથા તેની સાથે બાઈક પર બેઠેલી મહિલાને ઝડપી પાડી વાપી ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીનું નામ અનુજ રાકેશ યાદવ ઉ.વ.૨૪ રહે.તુલસીપાર્ક, છીરી, ડુંગરા, વાપી હોવાનું ખુલ્યું છે. આરોપી નશાની હાલતમાં હતો અને પોતાના શરીરનું સંતુલન પણ જાળવી શકતો ન હતો.  પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.