Damanganga Times.

Damanganga Times.

July 18, 2026

વલસાડ કલેક્ટર કચેરી ખાતે ‘ઘોડિયા ઘર’ની સુવિધા ઉભી કરાઈ

વલસાડ કલેક્ટર કચેરી ખાતે ‘ઘોડિયા ઘર’ની સુવિધા ઉભી કરાઈ


વલસાડ, તા.૧૭ ઃ વલસાડ કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોર ખાતે નાના બાળકો માટે ઘોડિયા ઘરની સુવિધા ઉભી કરવામાં આવી છે. વલસાડની કોઈપણ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી પોતાના નાના બાળકને નજીવી ફી માં આ ઘોડિયાઘરમાં મોકલી શકે છે. ઘોડિયાઘરમાં બાળકના યોગ્ય આહાર, મનોરંજન, સુરક્ષા, કેરટેકર સ્ટાફ, ખ્ઘ્ રૂમ, ઘ્ઘ્વ્સ્ કેમેરા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તમામ કચેરીના વડાઓને આ બાબતની જાણ સ્ટાફગણને કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.