Damanganga Times.

Damanganga Times.

July 18, 2026

કપરાડામાં ઝેરી સાપના ડંખથી બાળકીનું સારવાર દરમિયાન મોત

કપરાડામાં ઝેરી સાપના ડંખથી બાળકીનું સારવાર દરમિયાન મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોંઢા, તા.૧૭ ઃ કપરાડા તાલુકામાં ઝેરી સાપના ડંખથી પાંચ વર્ષની માસુમ બાળકીનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રા માહિતી મુજબ કપરાડા તાલુકાના બિલોનીયા ફળિયામાં રહેતા વિષ્ણુભાઈ રઘાભાઈ કીરકરની પાંચ વર્ષની પુત્રી વિધ્યાબેન પોતાના ઘર નજીક આવેલા ખેતરમાં ફળિયાના અન્ય બાળકો સાથે રમતી હતી. તે દરમિયાન અચાનક કોઈ ઝેરી સાપે તેના જમણા પગની ઍડી પાસે ડંખ માર્યો હતો.
બાળકીને સાપે ડંખ માર્યાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. તબીબોઍ બાળકીને બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, જ્યારે ગામમાં પણ ગમગીનીનો માહોલ છવાયો છે.
ઘટના અંગે કપરાડા પોલીસ મથકે અકસ્માત મોત અંગેની નોંધ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર ઘટનાની વિગતો ઍકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ ઍઍસઆઈ ગૌતમભાઈ કાળુભાઈ કરી રહ્ના છે.
ચોમાસાની ઋતુ દરમિયાન ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં ઝેરી સાપોની અવરજવર વધતી હોવાથી ગ્રામજનોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. બાળકોને ખુલ્લા ખેતરોમાં રમવા મોકલતી વખતે વાલીઓઍ વિશેષ ધ્યાન રાખવું તેમજ સાપના ડંખ જેવી ઘટના બને તો વિલંબ કર્યા વિના નજીકની આરોગ્ય સંસ્થામાં સારવાર માટે પહોંચવું જરૂરી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા પણ જણાવવામાં આવે છે.