ડુંગરાથી ઝડપાયેલ આંતરાષ્ટ્રીય કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધારને હરિયાણાથી ઝડપ્યો
- byDamanganga Times
- 18 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૭ ઃ વલસાડ જિલ્લા લ્બ્ઞ્ પોલીસે ડુંગરા પોલીસ મથકમાં નોંધાયેલા આંતરાષ્ટ્રીય સ્તરના ગેરકાયદેસર કોલ સેન્ટર કેસના મુખ્ય સૂત્રધારને હરિયાણાના રોહતકથી ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ તા.૧૭/૦૫/૨૦૨૫ના રોજ હરિયા પાર્ક, શ્રી ઍલ.જી. હરિયા સ્કૂલ સામે આવેલ બંગલા નં.૪૩માંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આ કોલ સેન્ટર વાય-ફાય કોલીંગ અને ઇન્ટરનેટના માધ્યમથી વિદેશી નાગરિકોનો સંપર્ક કરી સર્વર પ્રોવાઇડર તથા ગીફટ કાર્ડ રીડીમ કરાવી છેતરપિંડી કરતું હતું. આ કેસની તપાસ દરમિયાન લ્બ્ઞ્ વલસાડના ભ્ત્ ડી.ડી.પરમાર, ભ્લ્ત્ ઍસ.આર.સુસલાદે અને ટીમે ૧૦૦૦થી વધુ ત્ભ્ ઍડ્રેસનું ઍનાલીસ અને ટેકનિકલ ડેટા ચકાસી મુખ્ય સૂત્રધારનું લોકેશન ટ્રેસ કર્યું હતું. જેના આધારે ટીમે સતત દિલ્હી હરિયાણામાં ત્રણ દિવસ સુધી સખ્ત મહેનત કરી વોચ ગોઠવી હતી જે બાદ હરિયાણાના રોહતક ખાતેથી મુખ્ય આરોપી યુવરાજ સુરેન્દ્રકુમાર સલૂજા ઉ.વ.૩૩ રહે. ૭૪/સી, જંગ કોલોની, સિવિલ લાઇન, રોહતક અને ૫૨૧, વોર્ડ નં.૧૪, ગુરુનાનકપુરા, રોહતકને ઝડપી પાડ્યો છે.પકડાયેલ આરોપી વિદેશી નાગરિકોને વાય-ફાય કોલીંગ દ્વારા ફસાવી સર્વર અને ગીફટ કાર્ડના નામે રૂપિયા પડાવતો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે વાપી ઞ્ત્ઝ઼ઘ્ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં ભ્ત્ ડી.ડી.પરમાર, ભ્લ્ત્ ઍસ.આર. સુસલાદે, હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ધરમશીભાઈ, ઉર્વિશ ચંદ્રજીતભાઈ અને ત્વ્ ઍક્સપર્ટ પ્રિતેશકુમાર પટેલ સહિતની ટીમ જોડાયેલી હતી.
