ધરમપુર તાલુકામાં ૨૦ મહેસૂલી તલાટીઓના સેજાની ફાળવણી
- byDamanganga Times
- 18 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૭ ઃ ધરમપુર તાલુકામાં મહેસૂલી વહીવટને વધુ સુચારૂ, ઝડપી અને અસરકારક બનાવવા મામલતદાર તથા કાર્યપાલક મેજીસ્ટ્રેટ ઍચ. ઍમ. ધોળીયાઍ મહેસૂલી તલાટીઓના સેજાની નવી ફાળવણી અંગે હુકમ જાહેર કર્યો છે. તા. ૧૫ જુલાઈ, ૨૦૨૬ના રોજ ઈ-સાઈન સાથે બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ કલેક્ટર વલસાડના બદલી અને નિમણૂકના હુકમોના અનુસંધાને તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૨૦ મહેસૂલી તલાટીઓને નવા સેજાની જવાબદારી સોંપવામાં આવી છે. નવી ફાળવણી મુજબ વિરલ ડી. પટેલને કરંજવેરી, ભાગ્યેશ્વરી ચૌધરીને રાજપુરી, પ્રીતીબેન ભીંસરાને આંબા તલાટ, યોગેશભાઈ ભોયાને બીલપુડી, ઈલેશભાઈ લિમગરાસિયાને ભેંસદરા, અક્ષય નાયકને બામટી, શિવાંગીકુમારીને બરૂમાળ, અંકુરભાઈ કુંવરને પીંડવળ, કુનેશકુમાર ચૌધરીને મોટી કોરવળ, પિનાઝકુમારી પટેલને ધામણી, આર્યનકુમાર પટેલને ગડી, પાર્થકુમાર પટેલને હનમતમાળ, મયંકકુમાર પટેલને ગુંદીયા, ટિંકલબેન પટેલને લાકડમાળ, પાર્થ કમલેશભાઈ પટેલને આંબોસી, ખિલનકુમારી ઉચાબેડિયાને બારોલીયા, અમરભાઈ ભોયાને તુતરખેડ, કૃણાલકુમાર ચૌધરીને પીપલપાડા, અજયકુમાર પવારને વીસી તથા અંકિતકુમાર ગરાસિયાને નડગધરી સેજાની જવાબદારી સોંપવામાં આવી છે.
મામલતદાર દ્વારા સંબંધિત તમામ તલાટીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા સેજાનો ચાર્જ સંભાળી કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી તાલુકાના મહેસૂલી વહીવટમાં વધુ સુવ્યવસ્થા આવશે અને ગ્રામજનોને સરકારી સેવાઓ વધુ ઝડપી અને સરળતાથી ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
