વાપી સ્ટેશન બહાર બેફામ પાર્કિંગથી ધંધાધારીઅો ત્રાહીમામ : ગ્રાહકો ગુમ
- byDamanganga Times
- 18 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપી રેલવે સ્ટેશનની બહાર તેમજ વાપી જનરલ સ્ટોરથી સરદાર ચોક સુધીના મુખ્ય માર્ગ પર બેફામ વાહન ર્પાકિંગ અને રિક્ષા ચાલકોના અવ્યવસ્થિત ઉભા રહેવાના કારણે રોજબરોજ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. ખાસ કરીને ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયે વાહનોની લાંબી કતારો લાગતા મુસાફરોને સ્ટેશન સુધી સમયસર પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. કેટલાક મુસાફરો ટ્રાફિકમાં ફસાઈ જતા ટ્રેન ચૂકી જવાના બનાવો પણ બન્યા હોવાનું જાણવા મળે છે.આ ઉપરાંત માર્ગ પર આવેલી કેટલીક દુકાનોની બહાર સવારથી મોડી સાંજ સુધી બાઈક, મોપેડ અને અન્ય વાહનો પાર્ક ટ્રેનમાં બેસી અન્ય શહેરમાં કામકાજ અર્થે કે નોકરીઍ જતા લોકો કરી દેવામાં આવતા ગ્રાહકો તેમજ દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. દુકાનો આગળ સતત વાહનો ઉભા રહેતાં અવરજવર કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોઍ આ માર્ગ પર નિયમિત ટ્રાફિક વ્યવસ્થા જાળવવા, ગેરકાયદે ર્પાકિંગ દૂર કરવા સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે .
