અઠવાડિયા બાદ ફરી જિલ્લામાં મેઘરાજાની પધરામણી
- byDamanganga Times
- 18 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ મેઘરાજાઍ ઍક અઠવાડિયા સુધી વિરામ લીધા બાદ આજરોજ વલસાડ જિલ્લામાં વરસાદ પડતા અસહ્ના ગરમીથી રાહત મળી છે. જ્યારે ખેડૂતોને ખેતરમાં ઊભા પાકોને જીવત દાન મળી ગયા છે. આજરોજ વલસાડ જિલ્લામાં વલસાડમાં ઍક, ધરમપુરમાં ઍક, પારડીમાં ઍક, કપરાડામાં ત્રણ, નાનાપોંડામાં ઍક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ઉમરગામમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં દસ દિવસ અગાઉ મેઘરાજાઍ પાંચ દિવસ સુધી મન મૂકી વરસી પડતા જળબંબાકાર અને પાણી ભરાવાના કારણે જળબંબાકાર અને વરસાદી પાણી ભરાવાના કારણે દુકાનો, મકાનો, ઘરોમાં પાણી ભરાતા નુકસાન થયું છે. મેઘરાજાઍ ઍક અઠવાડિયા સુધી વિરામ લીધો હતો. જે બાદ આજરોજ બપોરે ફરીવાર વરસાદ ચાલુ થતા અસહ્ના ગરમી અને બપોર આમાં લોકોને રાહત મળી હતી.
વરસાદ પડતા ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને જીવનદાન મળી ગયું હતું. વલસાડ જિલ્લામાં આજરોજ સવારે ૮ઃ૦૦ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી વલસાડ તાલુકામાં ઍક ઇંચ, ધરમપુર તાલુકામાં ઍક ઇંચ, પારડી તાલુકા ઍક ઇંચ,કપરાડા તાલુકા ત્રણ ઇંચ, નાનાપોંઢા તાલુકા ઍક ઇંચ, ઉમરગામ તાલુકો અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
