Damanganga Times.

Damanganga Times.

July 18, 2026

સેલવાસમાં વરસાદ વચ્ચે ઝૂંપડી પર બાવળનું વિશાળ વૃક્ષ ધરાશાયી

સેલવાસમાં વરસાદ વચ્ચે ઝૂંપડી પર બાવળનું વિશાળ વૃક્ષ ધરાશાયી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૭ ઃ શુક્રવારે સેલવાસામાં વરસેલા મૂશળધાર વરસાદ દરમિયાન ઍક મોટો અકસ્માત ટળી ગયો હતો. કોર્ટ બિલ્ડિંગ પાછળ રહેતા શ્રમિક ગોવિંદ સૌવરાના ઝૂંપડા પર બાવળનું વિશાળ ઝાડ અચાનક ધરાશાયી થતાં જોરદાર ધડાકો સંભળાયો અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સમયે ઝૂંપડામાં સુનિતા (ઉ.વ. ૩૫), જાનકી (ઉ.વ. ૭૦), અંદાજે આઠ વર્ષનું ઍક બાળક સહિત પરિવારના કુલ ચાર સભ્યો હાજર હતા. ઝાડ સીધું ઝૂંપડા પર પડ્યું હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા થઈ નહોતી. પરિવારના તમામ સભ્યો ચમત્કારિક રીતે સુરક્ષિત બહાર નીકળી આવ્યા, જેને સ્થાનિકોઍ ઈશ્વરની કૃપા ગણાવી હતી ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તૂટી પડેલા વિશાળ બાવળના ઝાડને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ આસપાસના વિસ્તારમાં અવરજવર ફરી સામાન્ય બની હતી. આ ઘટનાઍ જોખમી અને જૂના વૃક્ષોની સમયસર દેખરેખની જરૂરિયાત ફરી ઍકવાર ઉજાગર કરી છે. પરિવારનો આબાદ બચાવ થતાં સ્થાનિકોઍ રાહતનો શ્વાસ લીધો હતો