વલસાડમાં ‘શ્રી કચ્છી ભાનુશાલી મિત્રમંડળ ટ્રસ્ટ’ દ્વારા સ્નેહમિન યોજાશે
- byDamanganga Times
- 18 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૭ ઃ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના દિવ્યાંગ ખેલાડીઓઍ મહારાષ્ટ્રના પુણેમાં આયોજિત ૫મી ઈન્ડિયા તાઈકવોન્ડો ઓપન પેરા નેશનલ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું, ત્રણ ગોલ્ડ અને ઍક સિલ્વર મેડલ જીતીને કેન્દ્રશાસિત પ્રદેશનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું.
૯-૧૨ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ખુટલી, ખાનવેલ, સિલ્વાસાના સહયોગથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલ હેઠળ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ ઍસોસિઍશનના ડિસેબલ્ડ સ્પોર્ટ્સ ઍન્ડ વેલફેર દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ચાર દિવ્યાંગ ખેલાડીઓ અને બે કોચે ભાગ લીધો હતો.પૂજા રાણેઍ ગોલ્ડ મેડલ, સીતારામ પટેલે સિલ્વર મેડલ, શ્રીમંત બાલે ગોલ્ડ મેડલ અને અજાઝ શેખે ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક સફળતા મેળવી. ખેલાડીઓના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વિજેતા ખેલાડીઓને હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ખુટલી, ખાનવેલ, સેલવાસના મનીષ શર્મા (યુનિટ ઍચઆર હેડ) અને રિંકલ પરમાર (સીઍસઆર) દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા. બઆ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન ઇન્ડિયા તાઈકવોન્ડો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓઍ ભાગ લીધો હતો.
