Damanganga Times.

Damanganga Times.

July 18, 2026

ભીલાડ ઇન્ડિયાપાડા પ્રા.શાળામાં રેનકોટ વિતરણ સાથે વૃક્ષારોપણ કરાયું

ભીલાડ ઇન્ડિયાપાડા પ્રા.શાળામાં રેનકોટ વિતરણ સાથે વૃક્ષારોપણ કરાયું


વાપી, તા. ૧૭ ઃ માનવ અધિકાર સંગઠન તથા સરીગામ ઍસોસિઍશનના સંયુક્ત ઉપક્રમે ભીલાડના ઇન્ડિયાપાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રેનકોટ વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખ્ભ્પ્ઘ્ના ઉપપ્રમુખ વિજયભાઈ પાટકર ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે ભીલાડ ગ્રામ પંચાયતના સરપંચ વૈશાલીબેન કપિલભાઈ જાદવ, તાલુકા પંચાયત સભ્ય નીતાબેન નિતેશભાઈ પાટકર, વિનોદભાઈ (કેન્દ્ર કમિટી), આશિષભાઈ, ભીલાડ ગામના આગેવાન કપિલભાઈ જાદવ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઓમપ્રકાશજી, જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈ સિંહ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદના પિયુષભાઈ શાહ, ભાજપ જિલ્લા યુવા મોરચાના હેમંત વારલી, શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા. સમગ્ર સેવાકીય કાર્યક્રમનું આયોજન નિતેશભાઈ પાટકર દ્વારા કરવામાં આવ્યું હતું.
તેમના સેવાભાવી પ્રયાસોની શાળા પરિવારે પ્રશંસા કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી. રેનકોટ વિતરણ સાથે વૃક્ષારોપણ દ્વારા સમાજસેવા, શિક્ષણ અને પર્યાવરણ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.