વલસાડ જિલ્લા કલેકટરે ઉમરગામ તાલુકાની મુલાકાત લીધી
- byDamanganga Times
- 18 July, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૭ ઃ વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને આજે ઉમરગામ તાલુકાની મુલાકાત લઈને નારગોલ અને ઉમરગામ દરિયા કિનારાના પર્યટન વિકાસ, ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં બ્યુટીફિકેશન, સોળસુંબા રેલ્વે ઓવરબ્રિજના બંને તરફના સર્વિસ રોડ તેમજ બ્રિજ નીચે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું સ્થળ પર નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
કલેક્ટર નીતિન સાંગવાને સૌપ્રથમ નારગોલ દરિયા કિનારાની મુલાકાત લઈને તેને આકર્ષક પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટીબેન તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.
ત્યારબાદ તેઓ ઉમરગામ દરિયા કિનારે પહોંચ્યા, જ્યાં ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ ખુશ્બુબેન જાદવ, ચીફ ઓફિસર અતુલ ચંદ્ર સિન્હા, પારડી પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ઇન્ચાર્જ મામલતદાર સહિતના અધિકારીઓઍ તેમનું સ્વાગત કર્યું હતું. દરિયા કિનારે સ્વચ્છતા જળવાઈ રહે, સૌંદર્યકરણને પ્રોત્સાહન મળે અને પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું.
મુલાકાત દરમિયાન તેમણે ઉમરગામ પોલીસ મથકની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશનના સેક્રેટરી શ્યામ વિઝન, ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, ટ્રેઝરર રત્નેશ્વર ચોરસિયા તેમજ વિવિધ ઉદ્યોગકારો હાજર રહ્ના હતા.
બેઠક દરમિયાન કલેક્ટરે ઉદ્યોગકારોને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ઉમરગામ શહેરના બ્યુટીફિકેશન અને સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત ઉદ્યોગોને લગતા અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ત્યારબાદ કલેક્ટરે સોળસુંબા રેલ્વે ઓવરબ્રિજના બંને તરફના સર્વિસ રોડ તેમજ બ્રિજ નીચે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું સ્થળ પર નિરીક્ષણ કર્યું અને સંબંધિત વિભાગોને ઝડપી અને કાયમી ઉકેલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને સમગ્ર વલસાડ જિલ્લાને ક્લીન ઍન્ડ ગ્રીન બનાવવાના સંકલ્પને પુનરાવર્તિત કરતાં જિલ્લાના નાગરિકોને સ્વચ્છતા જાળવવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને જાગૃત નાગરિક તરીકે વિકાસ તથા પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
ઉમરગામ તાલુકાની આ મુલાકાત દરમિયાન પર્યટન વિકાસ, સ્વચ્છતા, શહેરના સૌંદર્યકરણ અને માળખાકીય સુવિધાઓના વિકાસને -ાથમિકતા આપીને વિવિધ સ્થળોઍ સ્થળ નિરીક્ષણ તથા અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી.
