દમણ અને સેલવાસમાં દેશભક્તિ આધારિત નાટ્ય કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 18 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ-સેલવાસ, તા. ૧૭ ઃ સંસ્કૃતિ મંત્રાલય હેઠળની સંગીત નાટક અકાદમી દ્વારા આયોજિત રાષ્ટ્રીય રંગમંચ મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત મહાકવિ કાલિદાસની જન્મજયંતિના અવસરે દેશના ૨૮ રાજ્ય અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ ૧૫૦ સ્થળોઍ સાંજે ૬ વાગ્યે ઍકસાથે દેશભક્તિ આધારિત નાટકોનું મંચન કરવામાં આવ્યું હતું.
ઍ રીતે સેલવાસમાં ડૉ. ઍ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કોલેજ, દોકમાર્ડી,ના ઓડિટોરિયમમાં દેશભક્તિ આધારિત નાટ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દાદરા અને નગર હવેલીના રેસિડેન્ટ ડેપ્યુટી કલેક્ટર (આરડીસી) અમિત કુમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ના હતા. સ્થાનિક કલાકારો, વિવિધ શાળાઓ અને કોલેજોના શિક્ષકો, વિદ્યાર્થીઓ, કલા રસિકો તથા મીડિયા પ્રતિનિધિઓઍ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
ઍ જ રીતે ગવર્મેન્ટ કોલેજ દમણ અને સંગીત નાટક અકાદમીના રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ ૨૦૨૬ દ્વારા પણ દમણમાં વંદે માતરમની ઉજવણી, સ્વાતંત્ર્ય સંગ્રામના ઍક ઍવા ક્રાંતિકારીની ગાથાથી કરવામાં આવ્યું હતું.
જેમાં સુશીલ કુમાર સેનના જીવન પર આધારિત નાટક ૅશૌર્ય નાદૅનું મંચન િંંરુદ્દ. કોલેજ દમણ માં યોજાયું હતું. દમણમાં મહોત્સવ સરકારી કોલેજમાં યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સરકારી પોલીટેકનિક કોલેજના પ્રાચાર્ય પ્રો. બાલા ગણેશન અને સરકારી કૉલેજ દમણના પ્રાચાર્ય ડૉ. સંજય કુમાર, ઉપ આચાર્ય પ્રો. ઍસ. બાલા સુબ્રમણિયન ઉપસ્થિત રહ્ના હતા ઉપરાંત ઉત્સાહી દર્શકો, અગ્રણી વહીવટી અધિકારીઓ અને શૈક્ષણિક ક્ષેત્રના મહાનુભાવોઍ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું સંયોજન સરકારી કૉલેજ દમણના અધ્યાપક ડૉ. ભાવેશ વાળાઍ કર્યું હતું તેમ જ સંચાલન ડૉ. પુખરાજ જાંગિડ ઍ કર્યું હતું. નાટક પૂર્ણ થયા પછી, વિદ્યાર્થી-કલાકારોનો પરિચય કરાવવામાં આવ્યો અને મહાનુભાવો દ્વારા તેમનું ઔપચારિક સન્માન કરવામાં આવ્યું હતું.
