Damanganga Times.

Damanganga Times.

July 17, 2026

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ‘આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ’ ઉજવાશે

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ‘આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ’ ઉજવાશે


જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) દ્વારા તા. ૨૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સવારે ૧૧ કલાકે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ - ૨૦૨૬ ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ સામાન્ય નાગરિકોમાં ચંદ્ર, અવકાશ વિજ્ઞાન અને અંતરિક્ષ સંશોધન પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસા અને રસને પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસંગે ચંદ્રને કેન્દ્રમાં રાખીને વિવિધ વૈજ્ઞાનિક અને રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ૩ઝ઼ પ્રિન્ટિંગ ટેકનોલોજી દ્વારા ચંદ્રનું ૩ઝ઼  મોડેલ તૈયાર કરવાની જીવંત રજૂઆત, વોટર રોકેટનું પ્રયોગાત્મક નિદર્શન તેમજ ચંદ્ર વિષયક માહિતીપ્રદ ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રવૃત્તિઓ દ્વારા અવકાશ વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોને સરળ, રસપ્રદ અને પ્રયોગાત્મક રીતે સમજાવવામાં આવશે. આ ઉપરાંત ઉપસ્થિતો માટે ચંદ્ર વિષયક ઓપન હાઉસ ક્વિઝનું આયોજન કરવામાં આવશે, જેમાં સહભાગીઓને ચંદ્ર, અવકાશ અભિયાનો તથા ખગોળવિજ્ઞાન સંબંધિત રસપ્રદ માહિતી સાથે પોતાની જાણકારીને ચકાસવાની તક મળશે. કાર્યક્રમ દરમિયાન ભારતનું ચંદ્ર મિશન સ્વપ્નથી સિદ્ધિ સુધી વિષય પર લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવશે. આ વ્યાખ્યાનમાં ભારતના ચંદ્રયાન અભિયાનો, ચંદ્રનું વૈજ્ઞાનિક મહત્વ, ચંદ્ર પર થયેલા સંશોધનો તેમજ ભાવિ અવકાશ મિશનો અંગે સરળ, રસપ્રદ અને માહિતીસભર રજૂઆત કરવામાં આવશે.
અનુકૂળ હવામાનની સ્થિતિને આધિન આકાશદર્શન (લ્ત્ત્ક્ક બ્ણુસ્ન્ફૂશ્વર્રુદ્દજ્ઞ્ંઁ ભ્શ્વંર્શ્વિંૃફૂ) નું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન ઉપસ્થિતોને ટેલિસ્કોપ દ્વારા ચંદ્ર તથા શુક્રનું નિરીક્ષણ કરવાની અનોખી તક પ્રા થશે. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વિજ્ઞાનપ્રેમીઓ, અવકાશ રસિકો તેમજ સામાન્ય નાગરિકોને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી બનવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. સૌઍ પરિવાર અને મિત્રો સાથે ઉપસ્થિત રહી ચંદ્ર અને અવકાશ વિજ્ઞાનની અદ્ભુત દુનિયાનો અનુભવ કરી આ અનોખા વૈજ્ઞાનિક કાર્યક્રમનો લાભ લેવા જણાવાયું છે.