બીલીમોરામાં યુવકે સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કરી જીવન ટુંકાવ્યું
- byDamanganga Times
- 17 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૬ ઃ બીલીમોરા ગૌહરબાગમાં રહેતા ચિરાગ દિલીપભાઈ મિસ્ત્રી (૨૮) ઍ ગુરુવાર ભર બપોરે સોશિયલ મીડિયા માં વિડીયો વાયરલ કરી લીમડા ચોકમાં પોતાના જુના ઘરે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. પોલીસે મેંગુશી હોસ્પિટલમાં પેનલ ડોક્ટરો દ્રારા પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે.બીલીમોરા ગૌહરબાગ મહર્ષિ કોમ્પલેક્ષ માં રહેતા અને વાયરમેન નું કામ કરતા ચિરાગ દીલીપ ભાઈ મિસ્ત્રી (૨૮) ઍ ગુરુવાર બપોરે સોશ્યલ મીડિયા નાં વોટ્સઍપ ગ્રુપ માં ઍક વીડિયો વાયરલ કર્યો હતો. બીજી તરફ વોટ્સઍપ ગ્રુપ માં ૯ મિનિટ નાં વીડિયો બાદ મિત્રો, સ્વજનો ઍ શોધખોળ શરૂ કરી હતી. તો લીમડા ચોક સ્થિત તેના જુના ઘરે પ્રથમ માળે નાયલોનની દોરી વડે ગળે ફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ ને ઘટનાસ્થળે થી ઝેરી દવાની ખાલી બોટલ પણ મળી આવી હતી. પોલીસે મેંગુશી હોસ્પિટલમાં પેનલ ડોક્ટરની ટીમ પાસે પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે.
મહિલા પીઍસઆઇ કારેણા તપાસ કરી રહી છે. ચિરાગ મિસ્ત્રી ઍ મોત અગાઉ દુઃખી સ્વરે વિગતવાર વીડિયો બનાવી સોશ્યલ ગ્રુપ માં મુક્યો હતો. જેમાં તેમણે પાંચેક લોકો સામે આંગળી ચીંધી હતી. હાલ પોલીસે વીડિયો આધારે તપાસ હાથ ધરી છે. જેમાં તથ્યો ની ચકાસણી બાદ મૃત્યુ ની દૂષપ્રેરણાનો ગુનો નોંધાવા ની સંભાવના જોવાઇ રહી છે.
