Damanganga Times.

Damanganga Times.

July 17, 2026

હાલરના રહીશો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત

હાલરના રહીશો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ નગરપાલિકાના વોર્ડ નં. ૯ હેઠળ આવતા હાલર  વિસ્તારમાં ચોમાસા દરમિયાન થતા ભારે જળભરાવ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક રહીશો લાંબા સમયથી મોટી હાલાકી ભોગવી રહ્ના છે. આ ગંભીર સમસ્યા અંગે વોર્ડ નં. ૯ ના ચૂંટાયેલા સભ્યો માં નિતેશ વશી, ભરત ઉર્ફે કાનો પટેલ અલકાબેન દેસાઈ તથા અન્ય ઍક સભ્ય   દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને ઍક જાહેર હિતની અરજી સુપ્રત કરી તાત્કાલિક યોગ્ય નિકાલ લાવવા મજબૂત માંગ કરવામાં આવી છે. વલસાડ શહેરના હાલર વિસ્તારમાં આવેલી મિશન  કોલોની, નવજીવન પાર્ક, મહાદેવ નગર સહિતની વિવિધ સોસાયટીઓમાં તેમજ સી.બી. સ્કૂલની પાછળના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન દર વર્ષે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. આ વિસ્તારોનું વરસાદી પાણી તેમજ રેલવે પાર્ક વિસ્તારનું પાણી ભેગું થઈને આગળ નિકાલ ન થવાને કારણે મહાદેવ નગર, માધવ પાર્ક અને ગ્લ્ફન્ ઍક્સચેન્જની આસપાસના વિસ્તારોમાં ભરાઈ રહે છે. સ્થાનિક પ્રતિનિધિઓઍ અરજીમાં જણાવ્યું છે કે છેલ્લા ૩ થી ૪ વર્ષથી આ વિકટ સમસ્યા પ્રવર્તી રહી છે. ચોમાસા દરમિયાન સામાન્ય રીતે ૩ થી ૪ દિવસ સુધી વિસ્તારોમાં પાણી ભરાયેલા રહે છે. વધુમાં ચિંતાજનક બાબત ઍ છે કે, કિનારા કોલોની વિસ્તારમાં રેલવે કોલોનીના ગટરના પાણી પણ આ વરસાદી પાણી સાથે ભળી જતાં સમગ્ર વિસ્તારમાં અસહ્ના દુર્ગંધ ફેલાય છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતાં સ્થાનિકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે.
રજૂઆતમાં સ્થાનિકો દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે બે મહત્વના ટેકનિકલ સૂચનો કરવામા આવ્યા કે  હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ય્ભ્જ્ ટ્રેનિંગ સેન્ટરથી લિલર તરફ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ પાઇપ લાઇનને વધુ લંબાવીને મહાદેવ નગર અને ટીવી રિલે સેન્ટર તરફ વાળવામાં આવે તો આ વિસ્તારોમાં પાણી ભરાવવાની ગંભીર સમસ્યા અટકી શકે તેમ છે. આ વિસ્તારોનું વરસાદી પાણી અલીપોકડી ગામ પંચાયત વિસ્તારમાંથી પસાર થતી વાંકી નદીમાં વહાવી શકાય તેમ છે. તેથી જો માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાંકી નદી સુધી આ પાઇપલાઇન લંબાવી તેની પ્રોપર સફાઈ કરાવવામાં આવે, તો વરસાદી પાણીનો કાયમી નિકાલ થઈ શકે છે. સ્થાનિક રહીશો અને જનપ્રતિનિધિઓઍ વહીવટી તંત્ર અને કલેક્ટર ને  આ બાબતે અંગત રસ લઈ ચોમાસાની આ સિઝનમાં લોકોને પડતી હાલાકીમાંથી વહેલી તકે મુક્તિ અપાવવા માંગ  કરી છે.