Damanganga Times.

Damanganga Times.

July 17, 2026

સેલવાસમાં બે સ્થળેથી ભવ્ય રથયાત્રાઓ યોજાઈ

સેલવાસમાં બે સ્થળેથી ભવ્ય રથયાત્રાઓ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૬ ઃ ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાના પાવન અવસરે ગુરુવારે સેલવાસા શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. શહેરના બે અલગ-અલગ સ્થળોથી ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રાઓ નીકળતાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન અને રથ ખેંચવા માટે ઉમટી પડ્યા હતા. સવારે શરૂ થયેલી ધાર્મિક ઉજવણી સાંજ સુધી યથાવત રહી અને શહેરના મુખ્ય માર્ગો પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. રથયાત્રા દરમિયાન સાંસદ કલાબેન મોહનભાઈ ડેલકર તથા યુવા નેતા અભિનવ ડેલકર પણ ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે તેમણે શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી હતી.
બાવીસા ફળિયા સ્થિત જલારામ મંદિરથી જગન્નાથ સેવા સમિતિ દ્વારા -થમ રથયાત્રા કાઢવામાં આવી હતી, જ્યારે બીજી રથયાત્રા બાલદેવી જગન્નાથ કલ્ચરલ સમિતિ દ્વારા યોજાઈ હતી. બંને સ્થળોઍ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાનની પૂજા-અર્ચના અને મહાઆરતી બાદ મહાનુભાવોના હસ્તે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
સુશોભિત રથોમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા માર્ગના બંને બાજુ શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી. મોટી સંખ્યામાં ભક્તોઍ શ્રદ્ધાપૂર્વક રથ ખેંચ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન ભજન-કીર્તન અને જય જગન્નાથના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
બાલદેવીથી નીકળેલી રથયાત્રા બાવીસા ફળિયા, કિલવણી નાકા, ઝંડા ચોક, આમલી ગાયત્રી મંદિર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નરોલી રોડ સ્થિત ગુલમોહર હોલ ખાતે પહોંચી હતી, જ્યાં સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી રથયાત્રા રામદેવ મંદિર હોલ ખાતે પહોંચી હતી, જ્યાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓને વિધિવત રીતે બાલદેવી મંદિરમાં પરત સ્થાપિત કરવામાં આવી હતી.
રથયાત્રા દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો. દિવસ દરમિયાન વરસાદ ન હોવાથી શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે લઈને સાંજ સુધી શહેરના મુખ્ય માર્ગો ભક્તોથી છલકાતા રહ્ના અને આ વર્ષની રથયાત્રા સેલવાસાના સૌથી ભવ્ય ધાર્મિક કાર્યક્રમોમાંની ઍક બની રહી.