સોળસુંબામાંથી ચોરીનો આરોપી ઝડપાયો
- byDamanganga Times
- 17 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ તમિલનાડુ રાજ્યના કોઈમ્બતુર જિલ્લાના કિનથકડાવુ પોલીસ સ્ટેશન વિસ્તારની ઍક ઍન્જિનિયરિંગ કોલેજમાં ઓગણ પચાસ લાખની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ઉમરગામ પોલીસે ઝડપી પાડ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉમરગામ પોલીસ નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા કાર્યવાહી કરી રહી હતી. દરમિયાન તમિલનાડુના કિનથકડાવુ પો.સ્ટે.ના સબ ઇન્સ્પેક્ટર કે.સનથાના કરુપ્પુ પાસેથી મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી.
કિનથકડાવુ પોલીસ સ્ટેશનમાં ૫૦ લાખની ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજ મનોહર પવાર ઉ.વ.૨૨ રહે. સોળસુંબા, ભુતિયા ફળીયા, તા.ઉમરગામને ઉમરગામ પોલીસે પકડી પાડ્યો.
ઉમરગામ પોલીસ અને તમિલનાડુ પોલીસની સંયુક્ત કામગીરીથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી સામે ઉમરગામ પો.સ્ટે.માં અગાઉ પણ ગુના નોંધાયેલા છે. આ કામગીરીમાં ભ્ત્ ઍચ.ડી.તુવર, ભ્લ્ત્ ઍન.સી.સગર સહિતની ટીમ જોડાયેલી હતી.
