વાપીમાં ભવ્ય રથયાત્રા : ૩ હજારથી વધુ વાનગીનો અન્નકૂટ
- byDamanganga Times
- 17 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, ત. ૧૬ ઃ વાપી સૌરાષ્ટ્ર પટેલ સમાજ વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ વાડી ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય ઝાંખી સજાવવામાં આવી હતી.
મંદિર પરિસર ભજન-કીર્તનથી ગુંજી ઉઠ્યો હતો. ભક્તોઍ ભગવાનને ૫૬ ભોગનો અન્નકૂટ ધરાવ્યો હતો. ભક્તોનો ઉત્સાહ ઍટલો હતો કે પોતાના ઘરેથી બનાવી લાવેલી અલગ-અલગ પ્રકારની ૩ હજારથી વધુ વાનગીઓ ભગવાનને ધરાવવામાં આવી હતી. ભક્તોઍ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. બપોરે મહાઆરતી બાદ સાંજે ૩ઃ૩૦ કલાકે વાજતે-ગાજતે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીનો રથ સૌરાષ્ટ્ર પટેલ વાડીથી નીકળી કોપરલી ઇસ્કોન મંદિર સુધી પહોંચ્યો હતો. રથયાત્રામાં હજારો ભક્તો જય જગન્નાથના નારા સાથે જોડાયા હતા. સમગ્ર માર્ગ ભક્તિમય બન્યો હતો.
કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોપરલી ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના હોદ્દેદારો અને સ્વયંસેવકોઍ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. ભક્તોઍ આ ભવ્ય ઉજવણીને સફળ બનાવી હતી.
