કલગામમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 17 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૬ ઃ કલગામ ગામમાં વિલેજ ડેવલપમેન્ટ કમિટીની તાલીમ યોજાઈ, જેમાં ગામના સર્વાંગી વિકાસમાં સ્ઝ઼ઘ્ની અસરકારક ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમ દરમિયાન ખેડૂતોને કુદરતી અને જૈવિક ખેતી, પાક આયોજન, જમીનની ફળદ્રુપતા, પાણી સંરક્ષણ અને આધુનિક કૃષિ પદ્ધતિઓ વિશે માહિતી અપાઈ.
કાર્યક્રમમાં મહિલા સ્વસહાય જૂથો (લ્ણ્ઞ્)ની રચના, બચત, આંતરિક ધિરાણ, આજીવિકા પ્રવૃત્તિઓ અને મહિલા સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ સ્થાનિક સંસાધનોના આધારે ગૃહ ઉદ્યોગો, સ્વરોજગાર અને આવકવર્ધક પ્રવૃત્તિઓ અંગે પણ સમજ આપવામાં આવી.
તાલીમમાં જિલ્લા ઉપપ્રમુખ મયુરીબેન બારીયા, કલગામ ગ્રામ પંચાયતના ઉપસરપંચ રસિકભાઈ પટેલ, સભ્યો ઠાકોરભાઈ અને ભરતભાઈ સહિત ખેડૂતો, બહેનો અને ગ્રામજનોઍ મોટી સંખ્યામાં ભાગ લીધો. આ પ્રસંગે કલગામ બારીયાવાડ આંગણવાડી કેન્દ્ર ખાતે ૬૦ વર્ષથી વધુ વયના વડીલો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ પણ યોજાયો. કેમ્પમાં વડીલોનું બ્લડ પ્રેશર અને બ્લડ સુગરની તપાસ કરી જરૂરી આરોગ્ય સલાહ આપવામાં આવી. ગ્રામ વિકાસ અને આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમને ગ્રામજનોઍ ઉત્સાહપૂર્વક આવકાર્યો.
