Damanganga Times.

Damanganga Times.

July 17, 2026

નારગોલ ડેપોનું જર્જરિત મકાન તોડી પડાયું, નવું આધુનિક ડેપો બનવાની આશા

નારગોલ ડેપોનું જર્જરિત મકાન તોડી પડાયું, નવું આધુનિક ડેપો બનવાની આશા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૬ ઃ  ઉમરગામ તાલુકાની ઓળખ સમાન અને વર્ષ ૧૯૫૩માં નિર્માણ પામેલો નારગોલ લ્વ્ ડેપો નું જર્જરિત મકાન હવે તોડી પાડવામાં આવ્યું છે. લ્વ્ કોર્પોરેશન દ્વારા સમગ્ર સ્ટ્રક્ચર તોડી પાડતા જ નારગોલ ડેપો ફરી શરૂ થવાના ચક્રો ગતિમાન થયા હોવાના સંકેતો મળી રહ્ના છે.
વર્ષ ૨૦૦૩માં કોઈ સક્ષમ કારણ વિના લ્વ્ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક નારગોલ ડેપો બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી ઉમરગામ તાલુકાની લ્વ્ સેવાનું સંચાલન વાપી ડેપોથી થતું હોવાથી આ વિસ્તારમાં લ્વ્ બસોની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો. નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સહિત સ્થાનિકો દ્વારા છેલ્લા ઘણા સમયથી ડેપો પુનઃ શરૂ કરવાની સતત માંગણી કરવામાં આવી રહી હતી. લ્વ્ કોર્પોરેશન દ્વારા હવે રાજ્યના તમામ ડેપોને અદ્યતન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે જર્જરિત થયેલા નારગોલ ડેપોનું મકાન તોડીને આવનારા દિવસોમાં અહીં આધુનિક ડેપોનું નિર્માણ થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. આગામી દિવસોમાં નારગોલનો પોર્ટ સીટી અને પ્રવાસન ક્ષેત્ર તરીકે ભવ્ય વિકાસ થવાનો છે. આસપાસના વિસ્તારમાં હજારોની સંખ્યામાં ઉદ્યોગો પણ સ્થપાઈ ચૂક્યા છે. નારગોલ-ઉમરગામ વચ્ચેની ખાડી પર પુલોનું, પહોળા માર્ગો નિર્માણ થઈ જતા આ વિસ્તાર લ્વ્ વિભાગ માટે આવકનો મોટો સ્ત્રોત બનશે. હાલ નારગોલ ગામમાં લ્વ્ વિભાગ પાસે પ્રાઈમ લોકેશન પર ૨ જમીન ઉપલબ્ધ છે. ઍક જ્યાં જૂનો ડેપો હતો અને બીજી દરિયા કિનારે સર્કિટ હાઉસ માટે અનામત જમીન છે. નારગોલ ડેપોથી મેન્ટેનન્સ કરીને નીકળતી બસ ઉમરગામના નવા બનેલા લ્વ્ સ્ટેન્ડ સુધી પહોંચીને ગુજરાતના છેવાડાના ઉમરગામથી અંબાજી, સોમનાથ, દ્વારકા, અમદાવાદ, વડોદરા, સુરત તેમજ મહારાષ્ટ્રના નાસિક, નંદુરબાર, દહાણુ, મુંબઈ સુધીની સીધી બસો શરૂ કરી શકાશે.