Damanganga Times.

Damanganga Times.

July 17, 2026

નારગોલમાં આધુનિક રિસોર્ટથી પ્રવાસનને વેગ મળશે

નારગોલમાં આધુનિક રિસોર્ટથી પ્રવાસનને વેગ મળશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૬ ઃ છેલ્લા ૩૫ વર્ષથી વિવાદમાં અટવાયેલી નારગોલની દરિયા કિનારાની ૭ ઍકર જમીન હવે ફરી પ્રવાસન વિકાસ માટે ખુલી છે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિ. વ્ઘ્ઞ્ન્ દ્વારા અહીં આધુનિક હોટલનું નિર્માણ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. જેના કારણે નારગોલ ગામના પ્રવાસન વિકાસને નવી ગતિ મળવાની આશા જાગી છે. વર્ષ ૧૯૮૪માં નારગોલ ગામની અંદર દરિયા કિનારા નજીક પ્રવાસન વિકાસ માટે ગુજરાત પ્રવાસન નિગમને ૭ ઍકર જમીન ફાળવવામાં આવી હતી. તે સમયે ઍક ખાનગી ઍજન્સીને હોલીડે કેમ્પ રિસોર્ટ બનાવવા માટે ૩૫ વર્ષની લીઝ પર જમીન આપવામાં આવી હતી. ઍજન્સીઍ માત્ર પ્લીન્થ લેવલ સુધી જ બાંધકામ કર્યું અને ત્યારબાદ વ્ઘ્ઞ્ન્ અને ઍજન્સી વચ્ચે વિવાદ થતા સંપૂર્ણ પ્રોજેક્ટનું બાળમરણ થયું હતું. લીઝનો સમય પૂરો ન થાય ત્યાં સુધી ઍજન્સીઍ કબજો ન છોડતા વ્ઘ્ઞ્ન્ કોઈ વિકાસ કાર્ય કરી શક્યું નહોતું. પરિણામે નારગોલના પ્રવાસન વિકાસને બ્રેક લાગી હતી. વિવાદના કારણે જમીનનો ઉપયોગ નહીં શકવાના કારણે ઍ જમીન ઉપર કાંટાળા બાવળ, ઝાડી-ઝાંખરા અને પ્લીન્થનો કાટમાળ જોવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે ઍજન્સીને આપવામાં આવેલી ૩૫ વર્ષની લીઝ પૂર્ણ થઈ ગઈ છે. જે બાદ વ્ઘ્ઞ્ન્ ફરી સક્રિય બન્યું છે. સોમવારે વ્ઘ્ઞ્ન્ના પ્ઝ઼ની સૂચનાથી ગાંધીનગરથી વ્ઘ્ઞ્ન્ના મામલતદાર અને ઉમરગામના મામલતદારની સંયુક્ત ટીમે નારગોલ નિર્મલાદેવી આશ્રમની સામે, દરિયા કિનારાથી નજીક આવેલી જમીનનું સ્થળ નિરીક્ષણ કરીને રિપોર્ટ સબમિટ કર્યો છે. નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટી ભંડારી દ્વારા કરવામાં આવેલી રજૂઆત, નારગોલમાં વધી રહેલી પ્રવાસીઓની સંખ્યા અને નારગોલનો સંભવિત પોર્ટ સીટી પ્રોજેક્ટ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વ્ઘ્ઞ્ન્ દ્વારા અહીં આધુનિક સુવિધાઓ સાથેની હોટલ બનાવવાનો નિર્ણય લેવા જઈ રહી છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અંતર્ગત અતિ આધુનિક હોટલનું નિર્માણ કરશે તેવું અનુમાન છે. વ્ઘ્ઞ્ન્ દ્વારા બનનારી આ હોટલ આજની આધુનિક ટેકનોલોજી સાથે બનાવવામાં આવશે. જેથી નારગોલ આવતા દેશી-વિદેશી પ્રવાસીઓને ઉત્તમ કોટીની સુવિધાઓ મળી રહે. નારગોલ બીચનો વિકાસ અને આસપાસના વિસ્તારમાં થઈ રહેલા ઔદ્યોગિક વિકાસને જોતા આ હોટલ પ્રવાસન ક્ષેત્રે સીમાચિહ્ન બની રહેશે. સ્થાનિકોનું માનવું છે કે આવનારા દિવસોમાં નારગોલના પ્રવાસન વિકાસને ધ્યાનમાં રાખીને ગિફટ સીટીની જેમ અહીં લિકરની શરતી છૂટછાટની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.  ૩૫ વર્ષના લાંબા વિરામ બાદ નારગોલમાં પ્રવાસન પ્રોજેક્ટ આગળ વધવા જઈ રહ્ના છે જેને લઇ સ્થાનિક ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે. આ હોટલ નારગોલને ગુજરાતના નકશા પર પ્રવાસનના મોખરાના સ્થળ તરીકે સ્થાપિત કરશે.