વાપીમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો
- byDamanganga Times
- 17 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપી શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્ના છે. શહેરના રસ્તાઓ, ફૂટપાથ અને રહેણાંક વિસ્તારોમાં ટોળાબંધ ફરતા શ્વાનોને કારણે નાગરિકો ભયના ઓથામાં જીવી રહ્ના છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ વાપીમાં રોજ સરેરાશ ૮ થી ૧૦ લોકો રખડતા શ્વાનના કરડવાના શિકાર બને છે. છેલ્લા ૬ મહિનામાં શહેરમાં કુલ ૧૭૬૨ ડોગ બાઈટના કેસ નોંધાયા છે. જેમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓની સંખ્યા વધુ છે. સવાર-સાંજ વોક માટે નીકળતા લોકો અને સ્કૂલે જતા બાળકોને સૌથી વધુ તકલીફ પડી રહી છે.
વધતા કેસને ધ્યાનમાં રાખીને વાપી મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં રખડતા શ્વાનને પકડી નસબંધી અને રસીકરણ કરવા મુદ્દે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા દ્વારા ટૂંક સમયમાં વિશેષ ઝુંબેશ ચલાવી શ્વાનને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ અંગે ચલા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ય્પ્બ્ ડો. નીતિન પટેલે જણાવ્યું કે, ચલા ઘ્ણ્ઘ્માં ડોગ બાઈટ વિરોધી રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જો શ્વાન કોઈને કરડ્યા બાદ ૨ દિવસમાં મૃત્યુ પામે તો દર્દીઍ ૪ ઇન્જેક્શન લેવા ફરજિયાત છે. જો શ્વાન જીવિત રહે તો ડોક્ટરની સલાહ મુજબ ૨ ઇન્જેક્શનનો કોર્સ પૂરતો રહે છે.
