વાપીના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ સાથે રૂ. ૧ લાખથી વધુની ઓનલાઈન ઠગાઈ
- byDamanganga Times
- 17 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપીમાં ઓનલાઈન ઠગાઈનો વધુ ઍક કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોઍ વાપીના ઍક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ કમ હોસ્પિટલના ટ્રસ્ટી સાથે ૧ લાખથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી છે.
મળતી માહિતી મુજબ, ઠગોઍ પોતાની ઓળખ મહાનગર પાલિકા મુંબઈ ગેસ કનેક્શનૅ તરીકે આપી હતી. ત્યારબાદ વોટ્સઍપ પર ગેસ બિલની લિંક હોવાનું કહી ઍક ખ્ભ્ધ્ ફાઇલ મોકલી હતી. ઉદ્યોગપતિઍ તે ફાઇલ ઓપન કરતાં જ તેમના મોબાઈલની માહિતી હેક થઈ ગઈ હતી.
ઠગોઍ આ તકનો લાભ લઈ પહેલા ઍક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડનો ઘ્સ્ઘ્ નંબર મેળવ્યો. ત્યારબાદ ત્ઘ્ત્ઘ્ત્ બેંકના કાર્ડનો ઘ્સ્ઘ્ નંબર અને ઍક્સપાયરી તારીખની માહિતી પણ મેળવી લીધી હતી. આ માહિતીના આધારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને ઉદ્યોગપતિના ખાતામાંથી ૧ લાખથી વધુ રૂપિયા ઉપાડી લીધા હતા.
ઘટનાની જાણ થતાં જ ઉદ્યોગપતિઍ તાત્કાલિક બેંકને જાણ કરી કાર્ડ બ્લોક કરાવ્યા હતા અને સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર પર ફરિયાદ કર્યા બાદ વાપી ઔધોગ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાયબર સેલની મદદથી તપાસ હાથ ધરી છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી લિંક, ખ્ભ્ધ્ ફાઇલ કે મેસેજ પર ક્લિક ન કરો. બેંક કે સરકારી ઍજન્સીના નામે ફોન કે મેસેજ આવે તો તેની સત્તાવાર રીતે ખરાઈ કર્યા વિના કોઈ માહિતી શેર ન કરો.
