વાપી મનપાનું ફૂટપાથ પર પ્લાન્ટેશન
- byDamanganga Times
- 17 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરને સુંદર બનાવવાના નામે કરવામાં આવેલ પ્લાન્ટેશન રાહદારીઓ માટે મુશ્કેલી બની રહ્નાં છે. લખમદેવ ગાર્ડન જતા મુખ્ય રોડની બંને તરફ આવેલા ફૂટપાથની ઍકદમ વચ્ચોવચ પ્લેન્ટેશન કરી ઝાડ રોપવામાં આવ્યા છે.ભવિષ્યમાં આ ઝાડ મોટા થતાં ફૂટપાથનું અસ્તિત્વ નહીં રહે. આ કારણે ચાલવા માટે અડચણ થઈ રહી છે. સવાર-સાંજ સ્કૂલના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને રોડ પર ઉતરીને ચાલવાની ફરજ પડે છે. વાહનોના ધસારા વચ્ચે અકસ્માતનો ભય પણ સત રહે છે. તાજેતરમાં સુ-ીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો હતો કે ફૂટપાથ માત્ર રાહદારીઓ માટે જ છે અને તેના પર કોઈપણ પ્રકારનું દબાણ કે અવરોધ ન હોવો જોઈઍ. સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરોઍ માંગ કરી છે કે મનપા તાત્કાલિક ફૂટપાથ પરથી પ્લાન્ટેશન હટાવી રાહદારીઓ માટે ફૂટપાથ ખુલ્લી કરે તે જરૂરી છે. સુંદરિકરણની સાથે લોકોની સુવિધા પણ જરૂરી છે.
