ધરમપુર સ્ટેટ હોસ્પિ.માં સારવાર સમયે બાળકના મોતથી હંગામો ઃ પોલીસ પહોîચી
- byDamanganga Times
- 17 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૬ ઃ વાસંદા તાલુકાના ચૌંઢા ગામના ૫ વર્ષીય બાળકનું ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોઍ નારાજગી દર્શાવી હતી જોકે બાદમાં હોસ્પિટલના તબીબો અને પોલીસ દ્વારા પરિવારજનોને સમગ્ર બાબતે સમજાવતાં મામલો શાંત પડ્યો હતો. પ્રા માહિતી અનુસાર ચૌંઢા ગામના રહીલ દિવ્યેશ પવાર (ઉંમર ૫ વર્ષ) છેલ્લા બે-ત્રણ દિવસથી પોતાના નાના પાસે અંકલાછ ગામે ગયો હતો જયાં બુધવારે અચાનક રહીલ ની તબિયત લથડતા ઉલ્ટીઓ શરૂ થતાં પરિવારજનોઍ પ્રથમ અંકલાછ પીઍચસી ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. ત્યારબાદ સવારે ફરીથી બાળકની તબિયત વધુ લથડતાં તેને વધુ સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સવારે આશરે ૧૦ વાગ્યે બાળકને ખેંચ આવતાં તેનું મોત નિપજ્યું હતું. બાળકના મોત બાદ પરિવારજનોઍ તબીબી સારવાર અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ઘટનાની જાણ થતાં ધરમપુર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસ અને હોસ્પિટલના તબીબોઍ પરિવારજનોને સમજાવટ બાદ પરિસ્થિતિ સામાન્ય બની હતી. પરિવારજનોઍ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી સોગંદનામું લખી આપ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલ દ્વારા જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી પી ઍમ વિના બાળકનો મૃતદેહ પરિવારજનોને સુપરત કરવામાં આવ્યો હતો.
