Damanganga Times.

Damanganga Times.

July 17, 2026

ઉમરગામમાં સરહદી ગ્રામપંચાયતોની સોસાયટીઓમાં સીસીટીવી લગાવવા માંગ

ઉમરગામમાં સરહદી ગ્રામપંચાયતોની સોસાયટીઓમાં સીસીટીવી લગાવવા માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૬ ઃ  મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા ઉમરગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં જિલ્લા કલેક્ટરના પરિપત્ર મુજબ જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાના નિયમોનો કડક અમલ થાય તેવી માંગ ઉઠી છે. ખાસ કરીને સોળસુંબા, ભાઠી કરમબેલી, ગોવાડા સહિતના વિસ્તારોની રહેણાંક સોસાયટીઓમાં નિયમોનું પાલન થઈ રહ્નાં છે કે નહીં તેની તટસ્થ તપાસ કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉમરગામ પોલીસ દ્વારા મુખ્ય માર્ગો, જાહેર સંસ્થાઓ, દુકાનો અને વ્યાપારી ઍકમોમાં સીસીટીવી કેમેરાની ચકાસણી કરી નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે આવકારદાયક હોવાનું સ્થાનિકો માને છે. જોકે મોટી સંખ્યામાં લોકો વસવાટ કરતી રહેણાંક સોસાયટીઓમાં પણ સમાન રીતે નિયમોનું પાલન થાય તે જરૂરી હોવાનું લોકોનું કહેવું છે. ખાસ કરીને સોળસુંબા પૂર્વ વિસ્તાર સહિત સરહદી ગ્રામ પંચાયતોમાં આવેલી અનેક સોસાયટીઓમાં સુરક્ષાના દૃષ્ટિકોણથી પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવે તે સમયની જરૂરિયાત બની છે. અગાઉ કેટલીક સોસાયટીઓમાં ગંભીર પ્રકારના ગુનાઓ બન્યા હોવાથી ગુનાઓના ભેદ ઉકેલવામાં સીસીટીવી ફૂટેજ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલીક સોસાયટીઓઍ જિલ્લા કલેક્ટરના પરિપત્ર મુજબ જરૂરી સીસીટીવી વ્યવસ્થા ઉભી કરી છે, પરંતુ હજુ પણ કેટલીક સોસાયટીઓમાં નિયમોના પાલનમાં ખામી જોવા મળતી હોવાનો આક્ષેપ થઈ રહ્ના છે.
આવી સ્થિતિમાં સંબંધિત વિભાગ દ્વારા સ્થળ પર તપાસ કરી જરૂરી હોય ત્યાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
લોકોનું માનવું છે કે સરહદી વિસ્તારમાં આવેલી રહેણાંક સોસાયટીઓમાં સીસીટીવી વ્યવસ્થા સુનિડ્ઢિત કરવાથી કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેમજ જાહેર સુરક્ષામાં વધારો થશે.